તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખંભાતના કતકપુર વિસ્તારમાં એક દિવસમાં કપિરાજે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.કતકપુર વિસ્તારમાં રહેતા સ્થાનિકોમાં કપિરાજના આંતકથી ભયનો માહોલ સર્જાયો છે. કપિરાજે ખંભાતના કોલેજ નજીક આવેલ કતકપુર વિસ્તારમાં ભયાનક આંતક મચાવ્યો છે. કપિરાજ દ્વારા હુમલો કરાતા એક દિવસમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ખંભાતના કતકપુર વિસ્તારમાં રહેતા વયો વૃદ્ધ શનાભાઇ બુધરભાઈને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા15જેટલા ટાંકા લેવા પડયા છે.અને જ્યારે અન્ય વૃદ્ધ અંબુભાઈ મફતભાઈ બારૈયાને ડાબા હાથ પર ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે કતકપુર નજીક સાનિધ્ય સોસાયટીમાં રહેતી એક વ્યક્તિને પણ ઈજાઓ થઈ છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આખરે વન વિભાગે કપીરાજને ઝડપી પાડયો
ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા બાદ સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી.ત્યારબાદ વનવિભાગની ટીમ બપોર બાદ દોડી આવી હતી.અને પાંજરૂ મુકીને કપીરાજને પકડવાની કામગીરી હાથધરી હતી. એક કલાકની જહેમત બાદ આખરે કપીરાજ પાંજરે પુરૂવામાં વન વિભાગને સફળતા મળી હતી.જેથી ગ્રામજનો હાશકારો અનુભવ્યો હતો.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.