તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજુરી:કણજરીનો રેલવે ફાટક હવે કાયમી બંધ કરવાની મંજુરી

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા-નિભાવણી કરવાની શરતે મંજૂરી અપાઈ

વેર્સ્ટન રેલ્વેના સીનિ.ડિવીઝનલ એન્જિનિયર,વડોદરા દ્વારા લાંભવેલ ગામ પાસે આણંદ-નડીઆદ રોડ ઉપર આણંદ-કણજરી બોરીયાવી રેલ્વે લાઇન પર આવેલા ઓછા ટ્રાફીકવાળો ફાટક નં.264-A બંધ કરવા અંગે ના–વાંધા પ્રમાણપત્ર આપવા માટે માંગણી કરવામાં આવી હતી. જેની મંજૂરી આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અપાવામાં આવી છે. આ ફાટક નં.264-A ઘણા સમયથી બંધ હોઇ બંધ કરવા સંબંધિતો તરફથી હકારાત્મક અભિપ્રાય આપવામાં આવતાં આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આણંદ-નડીઆદ રોડ ઉપર આણંદ-કણજરી બોરીયાવી રેલ્વે લાઇન પર આવેલા ઓછા ટ્રાફીકવાળો ફાટક નં.264-A બંધ કરવા અંગે રેલ્વે વિભાગ દ્વારા જાહેર જનતાના અવર-જવર માટે વૈકલ્પિક રસ્તાના વ્યવસ્થા કરવા અને જરૂરિયાત મુજબના પૂરતા રોડ સીગ્નલ બનાવવા અને કાયમ માટે નિભાવણી કરવાની શરતે ના–વાંધા પ્રમાણપત્ર આપવામાં આવ્યું.

આણંદ-લાંભવેલઅને નડીઆદ વચ્ચે બોરીઆવી પાસે આવેલ 264 A નજીક ઓવરબ્રીજ દસ વર્ષ અગાઉ બન્યો હતો. ત્યારેથી તે બિન ઉપયોગી બન્યો હતો. વાહનોની અવરજવર બંધ થઇ ગઇ હતી. હાલના સંજોગોમાં તેની કોઇ જરૂરીયાત જણાતી નથી. તેથી રેલ્વે તંત્રની રજૂઆત પગલે કાયમી ધોરણે બંધ કરવા જણાવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું છે. ખાસ કરીને ખેડૂતોને ખેતરમાં વાહનો લઈન જઈ શકે તે માટે ફાટક નં. 264-અે નજીકમાં ફાટક સુધી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો