તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:જનમાષ્ટીમાં કાનાના આભૂષણો 20%મોંઘા થયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જન્માષ્ટમી પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાં દુકાનોમાં પારણા, વાધા,હાર સહિતના વિવિધ વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. - Divya Bhaskar
જન્માષ્ટમી પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાં દુકાનોમાં પારણા, વાધા,હાર સહિતના વિવિધ વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે.
  • જિલ્લામાં જનમાષ્ટમીના પર્વની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી

જન્માષ્ટમી પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે રાજય સરકારે ઉજવણી છુટછાટ આપવામાં આવતાં હવે મંદિરોમાં સરકારની ગાઇડ લાઇન મુજબ વિવિધ કાર્યક્રમો યોજાશે.જેના પગલે જિલ્લાના ભકતો અનેરો આનંદ છવાઇ ગયો છે. પરંતુ મટકી ફોડ અને લોકમેળા યોજવા પર પ્રતિબંદ ફરમાવ્યો છે. બીજી તરફ દુકાનોમાં ભગવાનને પહેરાવવામા આવતાં વાઘા, મુગટ મંદિરમાં શણગારવામાં આવતાં હાર, પારણાં સહિત આભુષણોની વસ્તુઓમાં ટ્રાન્સપોર્ટેશનના પગલે 20 ટકા ભાવ વધારો થઇ ગયો છે.

આણંદ વહેરાઈ માતા મંદિર પાસે આવેલ દુકાનદાર વિરેન્દ્ર અરોરાએ જણાવેલ કે હાલમાં ભગવાનને પહેરાવવવામાં આવતાં વાધા,મુગટ, હાર, પારણાં, જેવી આભુષણોમાં ટ્રાન્સપોર્ટેશનના પગલે 20 ટકા ભાવ વધારો થઇ ગયો છે. હાલમાં બજારમાં ખરીદી માટે ધરાકી ઓછી આવે છે.પરંતુ છેલ્લા દીવસોમાં બજારમા ભીડ ઉમટી પડશે તેવી આશાઓ વેપારીઓ સેવી રહ્યા છે.ઈંધણના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જતા ભગવાનને પણ મોંઘવારીનો સામનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...