તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Jung, Dewang Patel's Application For Cancellation Of Name From The Voter List Among 14 For 12 Seats Of The Syndicate At SP University Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:આજે SP યુનિવર્સિટીમાં સિન્ડિકેટની 12 બેઠક માટે 14 વચ્ચે જંગ, દેવાંગ પટેલનું મતદાર યાદીમાંથી નામ રદ્દ કરવા બેની વાંધા અરજી

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સરદાર પટેલ યુનિવર્સિટીની શનિવારે 14 સિન્ડીકેટ ઉમેદવારો વચ્ચે 10 જનરલ કેટેગરી અને બે પ્રિન્સીપાલ બેઠક માટે ચૂંટણી યોજાવવાની છે. જેમાં સિન્ડીકેટમાં જનરલ કેટેગરીની 10 બેઠક માટે 11 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ડો. મહેન્દ્રભાઈ નાયી, પ્રેમચંદ્ર કોરાલી, ડો. વિજયભાઈ પટેલ, ડો. એચ.ડી પટેલ, અલ્પેશભાઈ પુરોહિત, દર્શનાબેન દવે, પાર્થભાઈ પટેલ, કેતન પટેલ, વિપુલભાઈ પટેલ, જે. બી. પટેલ, વિકાસ શાહનો સમાવેશ થાય છે. જ્યારે પ્રિન્સીપાલની બે બેઠક માટે વિજયભાઈ એમ વનાર, જે.ડી પટેલ, ડો. જ્યોતિકાબેન પટેલ વચ્ચે જંગ લડાશે. ચૂંટણીના આગલા દિવસે જ દાતા અને સેનેટ સભ્ય દેવાંગ પટેલ સિન્ડીકેટ ચૂંટણીમાં મતદાન ન કરી શકે તે હેતુસર સિન્ડીકેટ ઈલેક્શનના જનરલ કેટેગરીના ઉમેદવાર પાર્થ પટેલ અને પ્રિન્સીપાલ બેઠકના ઉમેદવાર જ્યોતિકાબેન પટેલ દ્વારા વાંધા અરજી રજૂ કરાઈ છે.તેમાં બિપીનચંદ્ર પટેલને વય મર્યાદાનો લાગુ કરેલો નિયમ અનુસરવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો