તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પાળજ-પેટલાદ રોડ પરના તળાવની રેલીંગનું કામ પૂર્ણ થતાં આનંદ વ્યાપ્યો

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાવની ફરતે રેલીંગ ન હોવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો

પેટલાદ તાલુકાના પાળજ પાસેથી પસાર થતા પાળજ-પેટલાદ રોડ પર ગામની હાઇસ્કૂલ પાસે ટુડેવાર તળાવ આવેલું છે. સ્ટેટના રસ્તાને બિલકુલ અડીને આવેલ રોડની બીજી બાજુ પાળજની કડેવાર કયારી આવેલી છે. આ રોડ પર ગંભીર વળાંક હોવાથી અવારનવાર અહીં અકસ્માત સર્જાતા હતા. આ ઉપરાંત ચોમાસામાં ભારે વરસાદના સંજોગોમાં આખો વિસ્તાર જળબંબાકાર બની જતો હોવાથી અહીંથી પસાર થતાં વાહન ચાલકોને તથા રાહદારીઓને રોડ નજીકના તળાવનો ખ્યાલ આવતો નહતો. જેથી પાણીમાં વાહન બેકાબુ બની જાય તો આ તળાવમાં ખબકાઈ જવાની શકયતા હતા.

અગાઉ આ બાબતને ધ્યાને લઇને આ જગ્યાએ લોખંડની પાઈપ રેલિંગ મારવામાં આવી હતી પરંતુ આ રેલિંગ ઠેર ઠેર તૂટી ગઈ હતી. આથી પાળજ ગામના જાગૃત નાગરિક દ્વારા આ જગ્યાએ ત્રણ ફૂટની સાતસો મીટર આર.સી.સી. દીવાલ બનાવવાની માંગણી કરવામાં આવી હતી.

રાજય સરકાર દ્વારા આ જગ્યાએ આશરે રપ લાખના ખર્ચ ક્રેશ બેરીયર રેલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામ હવે પૂર્ણ થવાના આરે છે. જેથી હવે રોડ પર પાણી ભરાવવાના સંજોગોમાં રાહદારી કે વાહનચાલકને સલામતી મળી રહેશેની બાબતે ગ્રામજનોેએ આનંદ વ્યકત કર્યો હતો.આ ઉપરાંત ગામમાં અન્ય પ્રશ્નો પણ હલ કરવા માટે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...