ક્રાઇમ:જોળ કૃષ્ણનગર ફાર્મમાં ઉદ્યોગપતિને જાસા ચીઠી લખી 25 લાખની માંગણી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોકરોલના વતની અને જીઆઈડીસીના ઉદ્યોગપતિ પાસે ખંડણી માંગતા ચકચાર

આણંદના જાેળ ગામ પાસે આવેલા કૃષ્ણનગર ફાર્મના ગેટ પાસે કોઈ અજાણ્યા શખ્સે જાસા ચીઠ્ઠા લટકાવી ઉદ્યોગપતિ પાસેથી રૂપિયા 25 લાખની માંગણી કરી, જો નહિ આપે તો પરિવારને મારી નાખવાની ધમકી આપતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

બાકરોલના માધવ ગુરુકુળ સામે રામેશ્વર પાર્કમાં અમિતકુમાર રમેશભાઈ પંચાલ રહે છ. તેમની વિદ્યાનગર જીઆઈડીસીમાં નીધી ઓટો મેશન કંપની આવેલી છે. આ કંપનીમાં તથા ફાર્મ પર તારાપુરના વિક્રમભાઈ ઠાકોર કામ કરે છે અને ફાર્મ હાઉસની સાઈડ રૂમમાં રહે છે. મંગળવારે સવારે ફાર્મહાઉસના ગેટ પાસે પ્લાસ્ટીકની કોથળીમાં કાગળો બાંધી લબડાવેલા હતા. જે વિક્રમભાઈએ લઈને અમિતકુમાર પંચાલને આપતા અમિતકુમારે કોથળીમાંથી કાગળો કાઢી વાંચ્યા હતા. જોક, કાગળ વાંચતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે તારે અમને રૂપિયા 25 લાખ રૂપિયા આપી દેવા પડશે તો જ તારો જીવ બચશે અને રાત્રિના 11 વાગ્યા સુધી પૈસા આપી દેજાે અને ટાઈમ ચુકશો તો કુટુંબ સાથે ઉપર પહોંચી જશો.

બાબુ ગીરધર ચુક્યા તે ઉપર પહોંચી ગયા અને જણાવેલું કે મોટી કેનાલ બાકરોલથી સીધું નાળુ આવે છે તે નાળાની બાજુમાં સમોસાવાળાનું મોટું કંતાન મારીને માંડવો બનાવેલો છે. તેની જાેડે બે બાકડા મુકેલા છે. તેના પર રાત્રે 11 વાગે 25 લાખ મુકીને તારા ફાર્મની જગ્યાએ પહોંચી જવાનું રહેશે. જીવવું મરવું તારા હાથમાં છે. વગેરે બીજા લખાણ લખેલા હતા. તેમજ બીજા એક લીટીવાળા કાગળમાં લખેલું હતું કે અમિત પંચાલના ફાર્મની અંદર જે આચમન રહેતો હોય તે માણસે આ કાગળ પોતાના માલિકને હાથોહાથ આપી દેવાનો રહેશે. આ કાગળ કોઈએ ખોલવો નહી. જેથી 25લાખ રુપિયાની માંગણી કરતી જાસા ચીઠ્ઠી વાંચ્યા બાદ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...