રોજગાર ભરતી મેળો:આણંદમાં 11 જાન્યુઆરીએ યોજાનારા મેળામાં રોજગાર ઈચ્છુક ઉમેદવારોને હાજર રહેવા અનુરોધ કરાયો

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લાનાં રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી મળી રહે તેમજ નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે આણંદ જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરિયર સેન્ટર) દ્વારા તા. 11 જાન્યુઆરી 2023ના રોજ સવારે 10:30 કલાકે શ્રીમતી ડી. એસ. પટેલ ઔદ્યૌગિક તાલીમ સંસ્થા, પાયલ સિનેમા પાછળ, વાસદ તા. જી. આણંદ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ ‌છે.

આ રોજગાર ભરતી મેળામાં આણંદ તથા અન્ય જિલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં 18 થી 35 વર્ષની વયના એસ.એસ.સી., એચ.એસ.સી, ડિપ્લોમા ડિગ્રી, તથા અન્ય સ્નાતક, અનુસ્નાતક જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલની વેબસાઈટ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. તેમજ આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઈ.ડી. JF967350929 છે, તેમ આણંદના જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

વધુમાં મોડેલ કેરિયર સેન્ટરના ફેસબુક પેજ Model career center Anand ને લાઇક કરવા અને યુ-ટ્યુબ ચેનલ Mccanand ને સબસ્ક્રાઇબ કરવા તેમજ વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનાં હેલ્પ લાઈન નંબર 63573 90390 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...