ભાસ્કર વિશેષ:શક્કરીયાની જીવામૃત- પ્રાકૃતિક ખેતીથી વર્ષે 5 લાખની આવક મેળવતો પોપટપુરાનો ખેડૂત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રમેશભાઈને બે વર્ષથી પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન અને આવકમાં થયો વધારો

પોપટપુરાના ખેડૂત છેલ્લા 40 વર્ષથી મારી 10 વિઘા જમીનમાં શક્કરીયાની ખેતી કરુ છું. આજથી 20 વર્ષ પહેલા સુધી મને વિઘા દિઠ 400 મણ શક્કરીયાનું ઉત્પાદન મળતું હતુ, પરંતુ રાસાયણીક ખાતર - દવાના ઉપાયોગના કારણે મારી જમીનમાં ઉત્પાદન સતત ઘટીને વિઘે 100 મણ જેટલું થઈ ગયુ હતુ.

તેવા સમયે બે વર્ષ પહેલા મારા મિત્રની સલાહથીં મે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને બે વર્ષ દરમિયાન રાસાયણીક ખાતર અને દવાનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરી માત્ર જીવામૃતનો ઉપયોગ કર્યો જેના કારણે બે વર્ષ પછી 400 મણઉત્પાદન મળતું થયું છે તેમ પોપટપુરાના ખેડૂત રમેશભાઇપટેલે જણાવ્યું હતું

સમયની સાથે શક્કરીયાના ભાવોમાં વધારો થયો તેમ જણાવતાં રમેશભાઇ ઉમેરે છે કે, ઉત્પાદનના ભાવ વધારાની સામે રાસાયણીક ખાતર, બિયારણ અને દવાના મોંઘા ખર્ચ પણ વધવા લાગ્યા. શરૂઆતમાં ઉત્પાદન વધ્યુ પરંતુ પછી સતત ઉત્પાદન ઘટવા લાગતાં મારી ખેતીમાં આવકની સામે મને ખૂબ ઓછુ વળતર મળતુ હતુ. તેવા સમયે મારા મિત્ર અને માર્ગદર્શક એવા રમણભાઇ પટેલે મને રાસાયણીક ખાતર અને દવાનો ઉપયોગ બંધ કરી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અપનાવવા અને ખેતીમાં જીવામૃતનો ઉપયોગ કરવા સલાહ આપી.

મિત્રની સલાહ મુજબની પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય કરી રમેશભાઈએ છેલ્લા બે વર્ષથી તેમની જમીનમાં રાસાયણીક ખાતર અને દવાનો છંટકાવ બંધ કરી જીવામૃતનો ઉપયોગ શરૂ કર્યો છે. જીવામૃતના ઉપયોગ બાદ માત્ર બે જ વર્ષમાં તેમની જમીન અને તેના ઉત્પાદનમાં આવેલ આમુલ પરિવર્તનની વાત કહેતા રમેશભાઇ સગૌરવ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીના કારણે મને ઓછા ખર્ચે વધૂ ઉત્પાદન મળશે. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પહેલા મારે બધી જમીનમાંથી મને 5 થી 6 લાખની આવક મળતી હતી. જ્યારે જીવામૃતના ઉપયોગ બાદ આ વર્ષે મને શક્કરીયાના ઉત્પાદનમાંથી જ રૂપિયા 6 લાખની આવક મળવાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...