લગ્નપ્રસંગમાંથી કન્યાના દાગીના ઉઠાંતરી:આણંદમાં યોજાયેલા લગ્ન સમારંભમાંથી દાગીના અને રોકડની ચોરી, ટાબરિયો ચોરી કરી ગયાની આશંકા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદમાં યોજાયેલા એક લગ્નસમારંભમાંથી દુલ્હનના દાગીના અને રોકડ રકમ સાથેના થેલાની ઊઠાંતરી થયાની ઘટના સામે આવી છે. ચોરીની ઘટના બાદ સીસીટીવીની તપાસ કરાતા એક ટાબરિયો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે શંકમદ લાગતા ટાબરિયાની શોધખોળ હાથ ધરી છે.

આણંદના સ્વસ્તિક વાટિકા પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્ન સમારંભમાં જ્યારે લગ્ન ચોરીમાં કન્યા પધરાવવાની વિધિ ચાલી રહી હતી ત્યારે જ કન્યાના દાગીના અને રોકડ રકમ રાખેલો થેલો હતો તે કોઈ અજાણી વ્યકિત ઉઠાવી ગઈ હતી. કન્યાના દાગીનાની ઉઠાંતરી થતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. સીસીટીવીની તપાસ કરાતા એક ટાબરિયાની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી.લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સીસીટીવીના આધારે શંકમદ લાગતા ટાબરિયાની શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ થેલીમાં કેટલી રકમના દાગીના અને રોકડની ચોરી થઈ તેની પણ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે આણંદ ટાઉન પી.આઈ.આર.આર.સાલવીએ જણાવ્યું હતું કે આણંદના ગણેશ ચોકડી પાસે ના સ્વસ્તિક વાટિકા પાર્ટી પ્લોટમાં બનેલ ઘટનાની ગંભીરતાને લઈ પોલીસ દ્વારા ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...