પરિણામ:જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનું પરિણામ જાહેર

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.6ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23માં ધો. 6 માં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવેલ પ્રવેશ પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવેલ છે. આ પ્રવેશ પરીક્ષામાં પાસ અને પસંદ થયેલ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટેના પ્રવેશ ફોર્મ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ટપાલ દ્વારા મોકલી આપવામાં આવેલ હોઇ જે વિદ્યાર્થીઓને આ પ્રવેશ ફોર્મ મળે.

પ્રવેશ ફોર્મમાં જરૂરી તમામ સંપૂર્ણ વિગતો-માહિતી ભરી તા. 19મીના રોજ 1 થી 40 ક્રમના અને તા. 20મીના રોજ 41 થી 80 ક્રમના વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે ઉપસ્થિત રહેવા અને જો કોઇ ટપાલ ન મળી હોય તો વિદ્યાલયનો સંપર્ક કરવા જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્ય ડૉ. મુનિરમૈયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...