શિક્ષણ:જવાહર નવોદય વિદ્યા. ભાદરણમાં ધો.6 માં ઓનલાઇન પ્રવેશ શરૂ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ માં ધો. -6 માં શૈક્ષણિક સત્ર -2022-23 માં પ્રવેશ મેળવવા માટે હાલ આણંદ જીલ્લાની સરકાર માન્ય (સરકારી /ખાનગી) શાળાઓમાં ધોરણ - 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ધો. -6 માં શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી તારીખ 30-11-2021 સુધી નવોદય વિદ્યાલય સમિતિ ની વેબસાઈટ www.navodaya.gov.in પર કરી શકાશે. પરીક્ષા તારીખ: 30.04.2022 ના રોજ લેવામાં આવશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે, જેમાં છોકરા – છોકરીઓ માટે રહેવાની અલગ-અલગ વ્યવસ્થાની જોગવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...