વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ઋતુચક્ર ડિસ્ટર્બ કર્યુ:છેલ્લા 3 વર્ષમાં આ વર્ષે 3 જાન્યુઆરીએ સૌથી ઊંચુ તાપમાન

આણંદ/નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 જાન્યુઆરી 2020ના રોજ 12.02 ડિગ્રી, 2021માં સોમવારે 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન

આણંદ-ખેડા જિલ્લામાં ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં શિયાળાની કકડતી ઠંડીનો અહેસાસ વર્તાય છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકાદ ડિગ્રી ઓછું નોંધાય છે. પરંતુ ચાલુ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બનના કારણે સતત વાદળછાયું વાતાવરણ રહેતા જાન્યુઆરીમાં પણ સામાન્ય તાપમાન 3 થી 4 ડિગ્રી વધુ રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં આ વર્ષે જાન્યુઆરીના પ્રારંભે તાપમાન વધુ નોંધાતા હજુ જોઇએ તેવી કાતિલ ઠંડી પડી નથી.

આજે સોમવારે પણ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 4 ડિગ્રી જેટલું વધુ એટલે કે 17 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાતા દિવસે પંખા ચલાવવાની ફરજ પડી હતી.ખેડા -આણંદ જિલ્લામાં છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 3 જાન્યુઆરી 2020ના રોજ લઘુત્તમ તાપમાન 12.02 અને 3 જાન્યુઆરી 2021ના રોજ 13.05 ડિગ્રીની સામે આજે 3 જાન્યુઆરીના રોજ 17 ડિગ્રી નોંધાયું હતું. આમ છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે ઠંડી ઓછી અનુભવાઇ રહી છે. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવારે ભેજનું પ્રમાણ90 ટકા નોંધાયું છે.

પવનની ગતિ 3.05 કિમીની નોંધાઇ છે. તેના કારણે સામાન્ય ગરમીનો અહેસાસ વર્તાઇ રહ્યો છે. દર વર્ષે ડિસેમ્બરમાસમાં 20 દિવસસુધી 13 ડિગ્રી આસપાસ તાપમાન રહે છે. તેમાં પણ પાંચેક વખત 10 ડિગ્રી આસપાસ રહે છે. તેની સામે ચાલુ વર્ષે ડિસેમ્બર માસ ગરમ રહ્યો હતો. જે અંગે આણંદ કૃષિ હવામાન વિભાગના ડૅા. મનોજ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજનું પ્રમાણ વધુ રહેતા તાપમાન ઊંચુ રહે છે.

અન્ય સમાચારો પણ છે...