જન્મભૂમિને ન્યાય, કર્મભૂમિને અન્યાય:કેવડિયા જતી જનશતાબ્દી ટ્રેનને સરદાર પટેલની કર્મભૂમિ આણંદમાં સ્ટોપેજ નહીં

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નડિયાદની સબળ નેતાગીરીને આખરે પરિણામ મળ્યું, આણંદનો નબળી નેતાગીરીના કારણે છેદ ઉડ્યો

કેવેડિયા કોલોની જવા માટે અમદાવાદ સહિત જનતાને લાભ મળ તે માટે 1 વર્ષ અગાઉ જનશતાબ્દી એકસપ્રેસ શરૂ કરવામાં આવ્યો હતો.ત્યારે પહેલા દિવસે માત્ર સરદાર પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ સમાં નડિયાદ અને આણંદ રેલ્વે સ્ટેશન પર માત્ર સ્વાગત કરવા પુૂરૂતું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. હરખ પદુડા નેતાઓ સ્વાગત કરીને સંતોષ માન્યો હતો. પરંતુ કાયમી સ્ટોપેજ ન અપાતા સરદાર પટેલ વતનને ભારે અન્યાય કરવામાં આવ્યો હતો.જેને લઇને બંને જિલ્લામાં ભારે નારાજગી વ્યકત કરી હતી.

ત્યારબાદ ખેડા જિલ્લા ભાજપના નેતાઓ નડિયાદ ખાતે જનશતાબ્દી સ્ટોપેજ અપવા માટે સતત સક્રિય રહ્યાં હતા.તેના ફળ સ્વરૂપે આખરે રેલ્વે તંત્ર જુકીગયું હતું. નડિયાદ સ્ટેશન ખાતે 9મી માર્ચે જનશતાબ્દી ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવતાં સરદાર પ્રેમિઓ ખુસીવ્યાપી ગઇ છે.જયારે આણંદ એટલે સરદાર પટેલની કર્મભૂમિ ખાતે સ્ટોપેજ આજે પણ આપવામાં આવ્યું નથી.આણંદ જિલ્લાના નેતાઓ રેલવે કોઇ જ વજન ન પડતાં પાગડા સાબિત થયા છે.

આગામી 9મી માર્ચથી જનશતાબ્દી ટ્રેન સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદના સ્ટેશને ઉભી રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઇચ્છુક નડિયાદ સહિત ખેડા જિલ્લાની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના રેલવે સ્ટેશન પર અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસનું સ્ટોપેજ આપવા રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપાઈ છે.

આગામી તારીખ 9મી માર્ચથી જનશતાબ્દિ ટ્રેન તેના નિયત સમયે અમદાવાદ ખાતેથી રવાના થઇને નડિયાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચશે. આ ટ્રેનને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ નડિયાદ સ્ટેશનથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જન શતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળતા સ્થાનિક નગરજનો સહીત ખેડા જિલ્લાના મુસાફરોને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની જવા માટે સુવિધા મળી રહેશે.

9 માર્ચથી જનશતાબ્દી એક્સપ્રેસ નડિયાદ થોભશે
કેવડિયા જતી જનશતાબ્દી અેકસપ્રેસ ટ્રેનન આગામી 9 મી માર્ચ થી નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે.આણંદ રેલ્વે સ્ટેશનને સ્ટોપેજ આપવામાં આવ્યું નથી. > પ્રદિપ શર્મા, જનસંપર્ક અધિકારી, પશ્વિમ રેલવે વડોદરા

આણંદ-નડિયાદમાં મુંબઇ સહિત લાંબારૂટની 25 ટ્રેનના સ્ટોપેજ
મુંબઇ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એકસપ્રેસ , બ્રાન્દ્રા ટર્મિનલ, અમદાવાદ મુંબઇ સેન્ટર તેજસ એકપ્રેસ, મુંબઇ સૌરાષ્ટ્ર મેલ, અજમેર દાદર સુપરફાસ્ટ, કર્ણાવતી એકસપ્રેસ ઉદેપુર બાદરા ટર્મિનલ સહિતના ટ્રેનો સ્ટોપેજ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...