હાલાકી:ખેતીવાડી વિભાગ દ્વારા શરૂ કરાયેલ જન સેવા કેન્દ્ર ઠપ્પ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લા પંચાયતનો અંધેર વહીવટ

આણંદ જિલ્લા પંચાયતમાં આવેલ ખેતીવાડી કચેરી દ્વારા તાજેતરમાં જ ખેડૂતો ને ઓનલાઈન અરજી કરવામાં સરળતા રહે તે હેતુથી જન સેવા કેન્દ્ર શરૂ કરવા માં આવ્યું હતું .જે હાલ કોઈ ઓપરેટર હાજર ના રહેતાં શોભાના ગાંઠિયા સમાન બની જવા પામ્યું છે.

ખેડૂતોને સાધન સહાય, દવાઓ, ખાતર, વિવિધ આર્થિક યોજનાઓ, સબસિડી વગેરે કામગીરી માટે અગાઉ ઓનલાઈન અરજી કરવા ઠેર ભટકવું પડતું હતું જેમાં ખેડૂતો ને સમય અને નાણાંનો વ્યય કરવો પડતો હતો. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક મહિના અગાઉ આ જન સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું જોકે આ જન સેવા કેન્દ્ર ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બને તે અગાઉ જ તેની કામગીરી રણી ધણી વિના નું હોય તેવી સ્થિતિ થઈ જવા પામી છે.

ગ્રામ્ય કક્ષાએ થી વિવિધ યોજન માટે ઓન લાઈન અરજી કરવા ખેડૂતો આવે છે પરંતુ આ કેન્દ્રમાં ઓપરેટર જ હાજર ના રહેતા અરજદારોને ધરમ ધક્કા ખાવાનો વારો આવે છે. આ અંગે જિલ્લા પંચાયતના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ આ કેન્દ્ર આયુષ્ય માન કાર્ડ કાઢે છે તેમાં ભેગુ ચાલે છે. જન સેવા કેન્દ્ર માટે અલગ કચેરીની વ્યવસ્થા કરવામાં આવનાર છે જેના કારણે હાલ પૂરતું કામ બંધ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...