તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:દૈનિક સરેરાશ 3 હજારનું રસીકરણ આ ગતિએ ચાલ્યા તો દોઢ વર્ષ લાગશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં 18 વર્ષથી ઉપરના 13.08 લાખમાંથી માત્ર 3.91 લાખને વેક્સિન પ્રથમ ડોઝ અપાયો
  • રાજ્યમાં બીજા નંબર ધરાવતા આણંદમાં વેક્સિનના ડોઝ ન આવતા પાછળ ધકેલાયું
  • રાજ્યમાંથી વેક્સિનનો જથ્થો અોછો આવતાં સ્થાનિક તંત્ર પર માછલા ધોવાય છે

રાજય સરકાર દ્વારા અમદાવાદ, સુરત ,વડોદરા અને રાજકોટ સહિત વધુ સંક્રમિત ધરાવતા જિલ્લાના વેક્સિન આપવા માટે રાજયના અન્ય જિલ્લામાં વેક્સિન ડોઝ ઘટાડી દેવા આવ્યા છે. તેના કારણે રસીકેન્દ્ર પર સ્થાનિક લોકો હોબાળો મચાવી રહ્યાં છે. સ્થાનિક તંત્ર પર માછલા ધોવે છે. છેલ્લા 7 દિવસના વેક્સિન પર નજર કરી તો સરેરાશ 3 હજારનું વેક્સિન થાય છે. હાલમાં 13 લાખથી વધુ લોકોને રસીકરણ બાકી છે. આ રીતે વેક્સિનની કામગીરી ચાલી તો દોઢ વર્ષ સુધી રસીકરણ ચાલશે.

આણંદ જિલ્લામાં શનિવારે સાંજ સુધી 3200 લોકોને રસીકરણ થયું છે.આણંદ જિલ્લામાં એપ્રિલ માસ અંત સુધી દૈનિક 15 હજારથી વધુ ટોઝ આવતાં હતા.તે હાલમાં ઘટીને 4 થી ઓછો આવે છે.તેના કારણે રસીકરણની કામગીરી મંદ પડી છે. આમ મોટા શહેરો સાચવા જિલ્લાની પ્રજાને અન્યાય થઇ રહ્યો છે. આણંદ જિલ્લામાં હાલમાં કુલ રસીકરણ 3,88,842 થયું છે.જેમાં 45 વર્ષથી ઉપરના 4.65 લાખ લોકોમાંથી અત્યાર સુધીમાં 1.83 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

60 ઉપરના 2.40 લાખ લોકોમાંથી 1.68 લોકોને રસીકરણ થયું છે. જયારે 18 થી 45 વર્ષના 9.93 લાખ લોકો છે.તેમાં ફ્રન્ટ લાઇન વર્કરો આમતા 37 હજાર લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 3.88 લાખને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. હાલમાં છેલ્લા એક સપ્તાહ પર નજર કરી તો 25 હજાર આસપાસના લોકોનું વેક્સિન થયું છે. દૈનિક 3 હજાર લોકોને રસી મુકવામાં આવે છે. આ ગતિ રસી મુકવામાં આવે તો બાકી રહેલા 13.20 લાખ લોકોને રસીકરણ પુર્ણ કરવામાં દોઢ વર્ષનો સમય વિતી જશે.

રસી મુકવા માટે કેન્દ્રો પર લાંબી કતારો લાગી
આણંદ જિલ્લામાં કુલ 233 રસીકેન્દ્ર પર વેક્સિન કામગીરી ચાલે છે.જેમાં છેલ્લા એક સપ્તાહથી ઓછા ટોઝ આવે છે. આજે પણ માંડ 3200 ટોઝ આવ્યા હતા.તેની સામે 3110 રસીમુકવામાં આવી છે. જો કે મોટાભાગના કેન્દ્રો રસી મુકવા માટે લાંબી કતારો લાગી હતી. પરંતુ કોવિડ શીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લોકોને વધુ મુકવામાં આવ્યો છે.તેની સામે હાલ કો-વેક્સિન ડોઝ આવે છે.તેના કારણે લોકોને પરત ફરવાના વખત આવ્યો હતો.જેના કારણે લોકો સ્થાનિક તંત્ર પર રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.

બીજા ડોઝ માટે ફાંફાં છતાં રસી મળ્યાનો મેસેજ આવ્યો
બોરસદ તાલુકામાં વેક્સિનની ઘણી જ અછત છે. બીજા ડોઝ માટે નાગરિકો રાહ જોઈ રહ્યા છે. ત્યાંરે છેલ્લા કેટલાક દિવસોથી પ્રથમ ડોઝ લેનાર નાગરિકોને મોબાઈલ પર મેસેજ મોકલી દેવામાં આવી રહ્યા છે કે તમે બીજો ડોઝ મળ્યો નથી. ‌પરંતુ ખરેખર હકીકતમાં મેસેજ એવા ઘણા બધા નાગરિકોને મળેલ છે. જેમણે બીજો ડોઝ લીધો પણ નથી અને નિયત સમય મર્યાદામાં પણ આવેલ નથી.

આવા વિવાદીત પ્રક્રિયાને કારણે નાગરિકો ભારે મુંઝવણ અનુભવે છે તેમ રાસ ગામના મેહુલભાઈ પરમારે પોતાને મોબાઈલ પર મેસેજ મળવાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું. આમ, મોબાઈલમાં મેસેજ પડ્યો હોવાથી બીજા ડોઝની નોંધ થઈ ગઈ છે. જેથી પ્રશ્ન થઈ પડ્યો છે કે બીજો ડોઝ મળશે કે કેમ?

અન્ય સમાચારો પણ છે...