તાપમાન:નવેમ્બર અડધો થવા છતાં ચરોતરમાં ઠંડી જામતી નથી

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી પહોંચ્યું

ચરોતરમાં ચાલુ વર્ષે નવેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં હળવા વાદળો ઘેરાયેલા રહેતા ઠંડી જામતી નથી.તેના કારણે ખેડૂતો શિયાળુ પાકની તૈયારી કરી હોવા છતાં વાવણી કરતાં ખચકાઇ રહ્યાં છે માવઠું થાય તો રોપણી નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. સોમવારે છેલ્લા 15 દિવસનું સૌથી વધુ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે.

જેના કારણે દિવસ દરમિયાન સામાન્ય ગરમી અહેસાસ વર્તાઇ રહ્યો છે. મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું છે.જયારે 55 ટકા ભેજ નોંધાયું છે.જયારે પવન 6.2 કિમી નોંધાયું છે. હજુ બે દિવસ સુધી વાદળો રહેશે. વાદળો હટ્યા બાદ આગામી સપ્તાહથી ઠંડીનો પારો 14 ડિગ્રીથી નીચે જવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...