તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખાનપુરમાં પત્નીની હત્યા કરનાર ઈસમ એક દિવસના રિમાન્ડ પર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઘરકંકાસને પગલે મોઢું-ગળું દબાવી હત્યા કરી હોવાની કબુલાત

બોરસદ તાલુકાના ખાનપુર ગામની સીમમાં આવેલી રેલ્વે લાઈન પાસે શનિવારે બપોરે ઘરકંકાસથી કંટાળેલા પતિએ પત્નીનું ગળું અને મોઢું દબાવી હત્યા કરી નાંખી હતી. જેમાં વિરસદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી સોમવારે સાંજે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ અંગે વાત કરતાં વિરસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.બી. ગોંડલિયાએ જણાવ્યું હતું કે, બોરસદ તાલુકાના ખાનપુર ગામે રહેતા જયાબેન રોહિતની પતિ હરેશભાઈ કનુભાઈ રોહિતે હત્યા કરી નાંખી હતી.

હરેશ રોહિતની ધરપકડ બાદ તેણે કબુલાત કરતાં જણાવ્યું હતું કે, તેના પત્ની જયા શનિવારે બપોરે ઘાસચારો લઈને ઘર તરફ આવી રહ્યા હતા. બપોરના સમયે એકાંત હોઈ તેમનું મોઢું અને ગળું દબાવી હત્યા કરી નાંખી હતી.છેલ્લાં બે વર્ષથી તેમની વચ્ચે ચાલી રહેલાં ઘરકંકાસથી તે કંટાળી ગયો હતો અને તેને પગલે તેણે તેની હત્યા કરી નાંખી હતી. જોકે, રેલવે ટ્રેક ઓળંગતી વખતે તેઓનું પડી જતાં મોત નીપજ્યું હોવાનું ચિત્ર ઉપજાવી તે રાસ દવાખાને લઈ ગયો હતો.

પરંતુ પોસ્ટમોર્ટમમાં મોંઢુ અને ગળું દબાવી હત્યા કરી હોવાનું ખૂલતાં ભાંડો ફૂટ્યો હતો. પોલીસે હાલમાં તેના કપડાં કબ્જે લીધા છે.જોકે, આ સિવાય, સમગ્ર ઘટનામાં અન્ય કોઈ સાગરિતની સંડોવણી છે કે કેમ તે બાબતની પૂછપરછ હાથ ધરવા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ દરમિયાન જે કોઈ પણ નવી વિગતો જાણવા મળશે તેના આધારે તપાસની દિશા નક્કી થશે.

અન્ય સમાચારો પણ છે...