તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:ગાનામાં મારામારીના ગુનામાં ઈસમને વર્ષની સજા અને દંડ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 વર્ષ જૂના કેસમાં સાગરિતને છ માસની સજા ફટકારી

આણંદ શહેર પાસે આવેલા ગાના ગામ સ્થિત રોહિતવાસમાં રહેતા બે ભાઈને સાત વર્ષ જૂના મારામારીના ગુનામાં આણંદ જિલ્લા કોર્ટે તકશીરવાર ઠેરવ્યા છે. ગાના સ્થિત રોહિતવાસમાં રહેતા સંજયભાઈ ચીમનભાઈ રોહિત અને મંજુલાબેન હસમુખભાઈ રોહિત પર વર્ષ 2014માં 13મી જાન્યુઆરીના રોજ ગામના હરિ ઉર્ફે હરિશ ધુળા રોહિત અને દિનેશ ધુળા રોહિત નામના બે ભાઈઓએ સહિયારી જમીન બાબતે બોલાચાલી કરી હતી. બોલાચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમતાં બંને શખ્સોએ ચપ્પાથી તથા છૂટ્ટી ઈંટ ફેંકી હુમલો કર્યો હતો. જેમાં બંને જણને ગંભીર ઈજા પહોંચી હતી.

આ બનાવ સંદર્ભે આણંદ ગ્રામ્ય પોલીસે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા કોર્ટમાં કેસ ચાલવા પર આવતાં સરકારી વકીલ જે.વી. શાહે પોતાની દલીલ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતાં કોર્ટે હરી ઉર્ફે હરીશને એક વર્ષની સજા અને રૂપિયા ત્રણ હજારનો દંડ અને તેના ભાઈને છ માસની સાદી કેદ અને રૂપિયા બે હજારનો દંડ ભરવાનો હુક્મ કર્યો હતો. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...