ડાકોર રેલવે સ્ટેશને ટિકિટના કાળાબજાર કરતાં ટિકિટ ક્લાર્કને આણંદ રેલવે પોલીસે ઝડપી ગોધરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન ટિકિટની કાળાબજારીમાં અમદાવાદનો શખસ સંડોવાયેલો હોવાનું ખુલતા પોલીસે ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
આણંદ રેલવે આરપીએફના ટી.એલ એમ. એસ. સોલંકીએ જણાવ્યું હતું કે, ડાકોર રેલવે સ્ટેશન પર ટિકિટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતો ઉત્તરસંડાનો રહીશ ધર્મેશ પટેલ ટિકિટના કાળાબજાર કરતો હોવાની બાતમી મળતાં તેને ઝડપી પાડયો હતો ત્યારે અન્ય એક ઇસમ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જો કે ધર્મેશ પટેલની સાથે નૌશાદ નામનો અમદાવાદમાં રહેતા શખસનું નામ ખુલતા આણંદ આર. પી. એફની ત્રણ જેટલી ટીમો બનાવીને ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.