કાર્યવાહી:બોરસદની દ્વારકેશ રેસ્ટોરન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફૂગવાળો ખાદ્ય પદાર્થ વેચવા ઝડપાયો હતો

બોરસદની આણંદ ચોકડી ખાતે આવેલ શ્રી દ્વારકેશ રેસ્ટોરન્ટ વધુ એક વિવાદમાં આવી છે. બે દિવસ પહેલા ગ્રાહકે ખરીદેલ લાડુમાંથી ફૂગ મળી આવતા ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલાકને આ અંગે ફરિયાદ કરી હતી પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નહતો. બાદમાં ગ્રાહકે આ અંગેનો વીડિયો વાયરલ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દ્વારકેશ રેસ્ટોરન્ટમાં દરોડા પાડી ફરસાણ ના નમૂના લઈ કાર્યવાહી હાથ ધરી હતી. રેસ્ટોરન્ટમાં તૈયાર ફરસાણ તેમજ તેના કાચા મટિરિયલના પણ સેમ્પલ લઇ તપાસ હાથ ધરી છે.

હજુ સોમવારે જ રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આણંદ જિલ્લામાં ભજપના સ્નેહ સંમેલન કાર્યક્રમમાં ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થ વેચવાની બાબત પર ભાર મૂક્યો હતો ત્યાં બોરસદમાં દ્વારકેશ રેસ્ટોરન્ટ દ્વારા લોકોનું આરોગ્ય જોખમાય તેવા પ્રકાર નું સંચાલન કરતા હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની તાપસ માં સામે આવ્યું છે. હાલ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંચાલકને નોટીસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...