તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:માજી સૈનિકોની વિધવાઓને સરકારી નોકરીમાં સીધી ભરતી કરવા રજૂઆત

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષથી ભરતી થઇ નથી, યુવકોને ઉંમરમાં છુટછાટ માટે માંગ

સૈન્ય ફરજ બજાવી ચુકેલા સર્વિસમેનની વિધવાઓને સરકારી નોકરીમાં સીધી ભરતી કરવા તેમજ કોરોનાના કારણે સૈન્ય ભરતી થઇ શકી નથી. ત્યારે સૈન્યની ટ્રેનિંગ લેનાર યુવકોની ઉંમર વધી ગઇ છે. તેવા યુવકોને ઉંમરમાં છુટછાટ આપવાની માંગ સાથે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન આણંદ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.

આણંદ જિલ્લા માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ હિમુભાઇ વાઘેલાના જણાવ્યા પ્રમાણે આવેદનપત્રમાં લેખિતમાં રજૂઆત કરી છે કે સૈનિય ફરજ બજાવી ચુકેલા એકસ સર્વિસમેન હયાત ત્યાં સુધી પરિવારને કોઇ મુશ્કેલી પડતી નથી. પરંતુ જો તેઓ મૃત્યુ પામે તેવા સંજોગોમાં તેમની વિધવાઓને પરિવારનું ભરણપોષણ કરવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જેથી એકસ સર્વિસમેનની વિધવાઓની સરકારી નોકરીમાં સીધી ભરતી કરવામાં આવે તેની માંગ કરી છે . આ ઉપરાંત કોરોનાના કાળ દરમિયાન તે પહેલા કેટલાંક યુવકો સૈન્ય ટ્રેનિંગ લીધી છે. પરંતુ હાલમાં કોરોના કારણે ભરતી થઇ નથી.જેથી તેઓની ઉંમર વધી ગઇ છે. તેવા યુવકોને ભરતી વખતે ઉંમરમાં છુટછાટ આપવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...