તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોવિશિલ્ડ રસીના ડોઝ પૂરતા ફાળવવા રજૂઆત

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરેઠના પૂર્વ ધારાસભ્યનો મુખ્યમંત્રીને પત્ર

કોરોના રસીકરણને ગંભીરતા પૂર્વક સધન અભિયાન રૂપે હાથ ધરવા તેમજ આણંદ જિલ્લામાં કોવિશિલ્ડની રસીના ડોઝને પૂરા પ્રમાણમાં ફાળવવામાં આવે તેવી રજૂઆત મુખ્ય મંત્રી સમક્ષ ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલે કરી હતી. આ અંગે તેઓએ મુખ્યમંત્રીને ઉદેશીને લેખિત પત્ર લખી માગ કરી છે. આણંદ જિલ્લામાં જે 45 થી 60 વર્ષના વ્યક્તિઓઅે કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધો છે. તે વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપવાનો સમય થઈ ગયો છે. હાલમાં આણંદ જિલ્લામાં પૂરતા પ્રમાણમાં કોવિશીલ્ડ રસી ઉપલબ્ઘ નથી જેથી નાગરિકોને વહેલા સવારથી કતારમાં ઉભા રહેવું પડે છે. જેમાં કોરોના સંક્રમણ ફેલાવાનો પણ ભય છે. તેમજ જિલ્લામાં 18 વર્ષથી ઉપરના જેમણે રજીસ્ટ્રેશન કર્યું છે. તેમાં ગુજરાતના દસ જિલ્લાને નક્કી કર્યા છે. તેમાં આણંદ જિલ્લાનો પણ સમવાશે કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...