તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મામલો વણસ્યો:વિદ્યાર્થીના રિઝલ્ટ અટકાવવાની ધમકી આપતા રજૂઆત કરાઈ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાવલીની હાઈસ્કુલમાં ફી બાબતે મામલો વણસ્યો

આણંદ પાસેની નાવલી ગામ સ્થિત બી.એન. પટેલ સ્કૂલના સંચાલકો અને પ્રિન્સીપાલે સ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી ગત વર્ષ અને ચાલુ વર્ષની ફી એકસાથે ભરવા અને જો નહીં ભરે તો તેઓના રિઝલ્ટ અટકાવવાની ધમકી આપતા આખરે મામલો વણસ્યો છે. આ મામલે સોમવારે સ્કુલના વાલીઓએ લેખિતમાં રજૂઆત કરી ન્યાય આપવાની માંગણી કરી છે.

નાવલી ગામમાં રહેતા અને શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, નાવલી ગામ સ્થિત શ્રી બી. એન. પટેલ હાઈસ્કુલ અને શ્રી. કે. કે. પટેલ હાઈસ્કુલ આવેલી છે. નાવલી તથા આજુબાજુમાં આવેલા ઝાંખરીયા, જિટોડિયા, નવાપુરા, વૃંદાવન સીમ વિસ્તારના બાળકો શાળામાં અભ્યાસ કરે છે. ગત સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બીજી તરફ આ સ્કુલના સંચાલકો અને પ્રિન્સીપાલ દ્વારા એકસાથે ફી ભરવા માટે વિદ્યાર્થી અને વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ સંદર્ભે ગત મંગળવારે એક મીટીંગ યોજી હતી અને તેમાં વાલીઓની કોઈ પણ વાત સાંભળી નહોતી. ટ્રસ્ટ દ્વારા માત્ર ને માત્ર ફી ભરવા પર જ દબાણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વાલીઓએ રજૂઆત કરી હતી કે, હાલમાં કોરોના કાળમાં અનેક લોકોના ધંધા-રોજગાર છીનવાઈ ગયા છે. ત્યારે વાલીઓ ફી કેવી રીતે ભરી શકે. જોકે, વાલીઓએ આ સંદર્ભે એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે, કોઈ વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી કોઈ અજગતું પગલું ભરે તો તે માટે તેઓ જવાબદાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...