આંતરિક બદલી:આણંદ નગરપાલિકામાં ચાર કર્મચારીઓની આંતરિક બદલી

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી એક સ્થાને ફરજ બજાવતા કર્મીઅોનો પાલિકા પ્રમુખે રીપોર્ટ કર્યો

આણંદ નગરપાલિકામાં વર્ષોથી એક જગ્યાએ વર્ષો સુધી નોકરી કરનાર કર્મચારીઓને પાલિકા પ્રમુખે રીપોર્ટ કરતાં ચીફ ઓફિસરે બદલી કરી દીધી છે. બદલી કરાયેલા 4 કર્મચારીઓને જુદા જુદા વિભાગમાં ચાર્જ સંભાળી લેવા ચીફ ઓફિસરે હુકમ કરતાં પાલિકા સંકુલમાં ચર્ચા જાગી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલે વહીવટી કારણોસર ચાર જેટલા કર્મચારીઓની બદલીઓ કરવા માટે ચીફ ઓફિસરને રીપોર્ટ કર્યો હતો. આણંદ નગરપાલિકામાં નાગરિક સુવિધામાં ફરજ બજાવતા વિક્રમસિંહ પઢિયારને ટ્રાન્સપોર્ટ શાખામાં મુખ્યત્યાર પઠાણની જગ્યાએ બદલી કરીને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. આ સ્થાને મુખ્યત્યાર પઠાણ વર્ષોથી ફરજ બજાવતા હતા.તેમજ બદલી કરાયેલા મુખ્યત્યાર પઠાણને સેનેટરી વિભાગમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા પિયુષ પટેલની જગ્યાએ બદલી કરાઇ છે.

સેનેટરી વિભાગમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા પિયુષ પટેલની નાગરીક સુવિધામાં અને ઢોર ડબ્બાના કલાર્ક સતીષ પટેલને ટ્રાન્સપોર્ટ વિભાગમાં કલાર્ક તરીકે બદલી કરી દેવામાં આવી છે. આમ આણંદ નગરપાલિકામાં ચીફ ઓફિસરે પાલિકા પ્રમુખના રીપોર્ટના આધારે બદલીઓનો ગંજીફો ચીપતા પાલિકા ભવનમાં ચર્ચાઓનો વિષય બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...