આણંદ જિલ્લામાં ટાઉન-એસઓજી સહિત 11 પીઆઈની આંતરિક બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. જોકે, વહીવટી કારણોસર આ બદલી કરવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. આણંદ ટાઉનમાં સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એ. જે અસારીની બદલી આણંદ ગ્રામ્યમાં કરાઈ છે.
તારાપુર પીઆઈ એચ. આર. બ્રહ્મભટ્ટની બદલી આણંદમાં ટાઉનમાં, નવા-સવા અને સીધી ભરતીથી નિયુક્તી પામેલા પીઆઈ સાળવીને પુન: સેકન્ડ પીઆઈનો ચાર્જ સોંપાયો છે. તારાપુરમાં પેટલાદના સીપીઆઈ વી. એ. ચારણને મૂકાયા છે. આણંદ સીપીઆઈ એમ.આઈ. ઝાલાને લીવ રિઝર્વમાં મૂકાયા છે.
આ ઉપરાંત ખંભાત ગ્રામ્યના કે. કે. દેસાઈને આણંદ સીપીઆઈ તરીકેનો, એસબી મોડિયાને ખંભાત ગ્રામ્યનો, વી. એસ. સિંધવને પેટલાદ સીપીઆઈનો ચાર્જ સોંપાયો છે. એસઓજીમાં છેલ્લાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી પીઆઈ રહેલાં જી. એન. પરમારની બદલી એલઆઈબીમાં કરી છે, જ્યારે એસઓજીમાં પીઆઈ તરીકે એલ. બી. ડાભીને મૂકવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.