તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Intermediaries Arrested For Taking Bribe Of Rs 50,000 In Constable Bribery Case In Petlad Remanded For 4 Days, Constable Still Absconding

લાંચ કેસ:પેટલાદમાં કોન્સ્ટેબલ લાંચ પ્રકરણમાં 50 હજારની લાંચ લેતા ઝડપાયેલા વચેટિયો 4 દિવસના રિમાન્ડ પર, કોન્સ્ટેબલ હજુ ફરાર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટા સોગંધનામાંમાં ફરિયાદ ન નોંધવા કોસ્ટેબલે 1 લાખ ની માગણી કરી હતી

પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ખોટું સોગંદનામું કરનાર યુવતી અને તેના વકિલ સામે ગુનો ન નોંધવા રૂ.એક લાખની લાંચ માંગી હતી.જે બાબતે આનાકાની કરતા રૂ.50 હજારમાં ડીલ નક્કી થઇ હતી. આ અંગે એસીબીમાં ફરિયાદ થતાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં કોન્સ્ટેબલ વતી રૂ.50 હજારની લાંચ લેવા પ્રાંત ઓફિસરનો ડ્રાઈવર રાહુલ રામજી રબારીને વચેટીયો બની આવ્યો હતો.જેને એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો.જોકે એસીબી ની ટ્રેપ ની જાણ થતાં જ કોન્સ્ટેબલ ફરાર થઇ ગયો હતો જે હજુ ઝડપાયો નથી.વચેટિયા ને કોર્ટ માં રજૂ કરતા કોર્ટ દ્વારા તેના 4 દિવસના રિમાન્ડ નો હુકમ કરાયો છે.

પોલીસ અને મહેસુલ વિભાગ ભ્રષ્ટાચાર માટે બદનામ છે.અહીં બેરોકટોક ખુલ્લેઆમ ગમે તે કામ માટે લાંચની માગણી કરાય છે.વળી આવા નાણાં ની ડિલીવરી લેવા લાંચિયા અમલદારો વફાદાર વચેટિયાનો સહારો લેતા હોય છે.આણંદ ના પેટલાદ પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ પ્રવિણસિંહના લાંચના નાણાં લેવા જતા પ્રાંત ઓફિસરનો ડ્રાઈવર ઝડપતા ચકચાર મચી હતી.એસીબી દ્વારા આ વચેટિયાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મહત્વનું છે કે આરોપી કોન્સ્ટેબલ હજુ ફરાર છે.પોલીસ કાર્યવાહી અને શોધખોળની આંટીઘૂંટી જાણતો લાંચિયો કોન્સ્ટેબલ પોલીસ ને ચકમો આપી ક્યાંક છુપાઈને પોતાને નિર્દોષ સાબિત કરવા પેંતરા રચી રહ્યો છે. બીજી તરફ વચેટિયાને લઈ ખંભાત પ્રાંત અને મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશનના ઘણા અમલદારોના જીવ પડીકે બંધાયા છે. એસીબીના રિમાન્ડ દરમ્યાન આ આરોપી કોના કોના બંધ પત્તા ખોલે છે ? તે જોવું રહયુ. વળી રાહુલ રબારી પોલીસ કોન્સ્ટેબલ સિવાય અન્ય કયા અમલદારોના ફેરા ધક્કા અને વહીવટ કરતો હતો ? તેને પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...