વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી આગામી વર્ષથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રથી પ્રથમ વખત ઈન્ટીગ્રેટેડ બેચલર-માસ્ટર કોર્સ શરૂ કરશે. સાયન્સ અને કોમર્સ સંલગ્ન આ કોર્સમાં મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે. જેમાં વિષય વાઈઝ સાયન્સમાં ઈન્ટેક 20નું રાખવામાં આવ્યું છે. જ્યારે કોમર્સમાં 70 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. નવી શૈક્ષણિક નીતિ તથા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ અંતર્ગત યુનિવર્સિટી દ્વારા બહુશાખાકીય સ્નાતક તથા અનુસ્નાતક પાંચ વર્ષ માટે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ વર્ષ જનરલ સ્ટ્રીમ હશે.
એ પછી વિદ્યાર્થીએ બીજા વર્ષે જ પોતાને જે વિષયમાં આગળ વધવું છે તેની પસંદગી કરવાની રહેશે. આમ, બેચલર અને માસ્ટર બંને કોર્સમાં સાથે જ અભ્યાસ કરી શકાશે. મલ્ટી ડિસીપ્લીનરી અભ્યાસક્રમોમાં ફાઉન્ડેશન અભ્યાસક્રમ સાથે સંકલિત ડ્યુઅલ ડિગ્રી મળશે.
જેમાં રસાયણિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, બાયોલોજિ, ગાણિતિક વિજ્ઞાન, સ્ટેટેસ્ટીક્સ, ઈલેક્ટ્રોનિક્સ વિજ્ઞાન અને મટીરીયલ સાયન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. અભ્યાસક્રમો આધુનિક જ્ઞાન આધારિત વિશ્વ ઈકો સિસ્ટમની વિકસતી જરૂરીયાત, માંગણીઓ અને પડકારોને ધ્યાનમાં રાખી કુશળતા વધારવાની સાથોસાથ સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે શરૂ કરવાનું આયોજન છે.
પાંચ વર્ષનો પ્રોગ્રામ રહેશે અને ધોરણ 12 બાદ પ્રવેશ મેળવી શકાશે | |
પ્રોગ્રામનું નામ | ઈન્ટેક |
ઈન્ટીગ્રેટેડ બેચલર - માસ્ટર (એપ્લાઈડ કેમેસ્ટ્રી) | 20 |
ઈન્ટીગ્રેટેડ બેચલર - માસ્ટર (એપ્લાઈડ મટીરીયલ સાયન્સ) | 20 |
ઈન્ટીગ્રેટેડ બેચલર - માસ્ટર (એપ્લાઈડ ફિઝીક્સ) | 20 |
ઈન્ટીગ્રેટેડ બેચલર - માસ્ટર (એપ્લાઈડ ઈલેક્ટ્રોનિક્સ) | 20 |
ઈન્ટીગ્રેટેડ બેચલર - માસ્ટર (એપ્લાઈડ મેથેમેટીક્સ) | 20 |
ઈન્ટીગ્રેટેડ બેચલર - માસ્ટર (એપ્લાઈડ સ્ટેટેસ્ટીક્સ) | 20 |
કુલ | 120 |
ઈન્ટીગ્રેટેડ બેચલર - માસ્ટર (બાયોમેડિકલ સાયન્સ) | 20 |
ઈન્ટીગ્રેટેડ બેચલર - માસ્ટર (ડાયેટીક્સ) | 20 |
કુલ | 40 |
ઈન્ટીગ્રેટેડ બેચલર - માસ્ટર (કોમર્સ) | 70 |
3 વર્ષ પછી વિદ્યાર્થી એક્ઝીટ લઈ શકશે
વિદ્યાર્થી પાંચ વર્ષના પ્રોગ્રામ અંતર્ગત ત્રણ વર્ષ પૂરા કર્યા પછી એક્ઝીટ લઈ શકશે. જેમાં વિદ્યાર્થીને સ્નાતક ડિગ્રી પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થીને એક્ઝીટ વિકલ્પ પસંદ કરતો નથી તે વિદ્યાર્થીને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ઓટોમેટીક પ્રવેશ મળશે. ધોરણ 12 બાદ કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. એન્ટ્રન્સ પરીક્ષા આપ્યા બાદ જ વિદ્યાર્થીને પ્રવેશ અપાશે. - શીરીષ કુલકર્ણી, વાઈસ ચાન્સેલર
સેમેસ્ટર દીઠ રૂપિયા 12 હજાર ફી
યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવતા તમામ નવા કોર્સ સેલ્ફ ફાયનાન્સ રહેશે. તેમાં સેમેસ્ટર વાઈઝ ફી રૂપિયા 12 હજાર રહેશે. ડિગ્રી મેળવ્યા બાદ રોજગારીની તકો વિદ્યાર્થીઓ માટે વિપુલ રહેશે.
પરીક્ષાઓની અલગ-અલગ વ્યવસ્થા
કોલેજ સંલગ્ન બેચલર વિષયોની અને યુનિવર્સિટી સંલગ્ન નવા કોર્સની પરીક્ષાઓ અલગ-અલગ લેવામાં આવશે. વધુમાં કોર્સમાં હાલના જે પ્રોફેસરો છે તથા, જરૂરત જણાશે તો રીટાયર્ડ પ્રોફેસરો અને 11 માસના કરાર આધારિત પ્રોફેસરોની નિમણુંક કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.