તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:આણંદના વેક્સિન કેન્દ્રો પર પુરતો સ્ટોક ન આવતાં હોબાળો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના વેક્સિન કેન્દ્રે પર લોકોએ વેક્સિન મુકાવી હતી. - Divya Bhaskar
જિલ્લાના વેક્સિન કેન્દ્રે પર લોકોએ વેક્સિન મુકાવી હતી.
  • સવારથી લાઇનમાં ઉભેલા લોકોને વેક્સિન જથ્થો પુરતા પ્રમાણમાં આવતો નથી તેથી લોકોને ધક્કા ખાવા પડે છે

આણંદ શહેરમાં મેફેર રોડ પર આવેલા અર્બન હેલ્થ સેન્ટર શનિવારે વેક્સિન પુરતો સ્ટોક આવ્યો ન હતો. જયારે કેટલાંક લોકો વેક્સિન મુકવા માટે સવારથી લાઇનમાં ઉભા હતા. જયારે 9 વાગ્યાબાદ જણાવવામાં આવ્યું હતું. વેક્સિન પુરતો સ્ટોક આવ્યો નથી.તેના કારણે વેક્સિન મુકવા માટે આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. વેક્સિન ન આવવાની હોય તો બોર્ડ મુકો તેમ કહીને રોષ ઠાલવ્યો હતો. છેલ્લા બે દિવસથી શહેરમાં ઓછી વેક્સિન ફાળવવામાં આવતી હોવાની બુમો ઉઠવા પામી છે.

આણંદ શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર, રામકૃષ્મ સેવા મંડળ સહિત 8 વધુ કેન્દ્ર પર 18 પ્લસ વાળાને વેક્સિન મુકવામાં આવે છે. જયારે 45 વર્ષથી ઉપરના લોકોને બપોરે વેક્સિન મુકવાની કામગીરી ચાલી રહીછે. વેક્સિન મહાઅભિયાન અંતર્ગત ચાર દિવસ દરમિયાન 62 હજાર લોકોને વેક્સિન મુકવામાં આવી હતી. જો કે છેલ્લા બે દિવસથી વેક્સિન ડોઝ પુરતાપ્રમાણમાં આવતાં નથી.તેના કારણે આણંદ શહેરના કેટલાંક કેન્દ્ર પર વેક્સિન ડોઝ ઓછા આવતા શનિવારે વેક્સિન મુકવા માટે આવેલા કેટલાંક લોકોને પરંત જવાનો વખત આવ્યો હતો.

આણંદ અનેવિદ્યાનગરના કેન્દ્ર પર થઇને માત્ર 1300 વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જયારે જિલ્લાના 12 હજારથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. પહેલા ચાર દિવસ દૈનિક 15 હજારથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આમ ધીમે ધીમે વેક્સિન ડોઝ ઘટી રહ્યાં હોવાથી વેક્સિન કેન્દ્રમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે યુવા વર્ગને કોરોનાની ત્રીજી લહેર પહેલા પ્રથમ ડોઝ કેવી રીતે પૂરો થશે તે પ્રશ્ન ઉભો છે.

જિલ્લમાં અત્યાર સુધી 7.94 લાખ વેક્સિનેશન થયું
જિલ્લામાં અત્યાર સુધીમાં 4.10 લાખ પુરૂષ અને 3.84 લાખ મહિલો વેક્સિન લીધી છે. હજુ પણ આણંદ જિલ્લામાં 9 લાખઉપરાંત લોકોએ વેક્સિન નો પ્રથમ ડોઝ લીધી નથી. જે ચિંતાનો વિષય છે.

મેફેર રોડ અર્બન સેન્ટરમાં વેક્સિન પુરતો સ્ટોક ન હતો
આણંદ જિલ્લા મેફેર રોડ જૂન ા સી.કે.હોલ પાસે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન પુરતો જથ્થો ન હતો.તેની સામે લોકો મોટી સંખ્યામાં સવારથી લાઇનમાં ઉભા હતા. ત્યારે 9 વાગ્યા બાદ વેક્સિન પુરતો આવ્યો નથી. જેની જાણ મોડેથી લોકોને કરવામાં આવી હતી. જેના કારણે લાઈનામાં ઉભેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. વેક્સિન ન આવવાની હોય તો બોર્ડ મુકવા જોઈએ તેમ કહીને સ્ટાફને રજૂઆત કરી હતી. -સાદીક મલેક, આણંદ

વેક્સિન ન હોવાથી નજીક ના કેન્દ્ર પર જવું પડયું
આણંદ શહેરના મેફેર રોડ સહિત અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન પુરતો સ્ટોક ન હતો. હું મારી પત્ની લઇને સવારના 8 વાગ્યાથી વેક્સિન મુકવા માટે લાઇનમાં ઉભો હતો. ત્યારે મોડે અમને કહ્યું કે વેક્સિન પુરતી નથી. આવી તેથી અમે બે ત્રણ જગ્યાએ ફર્યા હતા.ક્યાય વેક્સિનની કામગીરી ચાલતી ન હતી આખરે ખબર પડી કે ગામડી પીએચસી વેક્સિન મુકાય છે. જેથી હું મારી પત્નિને લઈને ગામડી જઇને વેક્સિન મુકાવી આવ્યો હતો. -સોમાભાઇ પરમાર , આણંદ

અન્ય સમાચારો પણ છે...