તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:ધો.10-12ના પરીક્ષાર્થીઓ માટે બસોની વ્યવસ્થા કરવા સુચના

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ

શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 15 જુલાઇ થી આણંદ જિલ્લામાં ધો-10 અને ધો-12ના રીપીટર ,ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવનાર છે. જિલ્લા કલેકટર કક્ષાએ વીડીયો કોન્ફરન્સના માધ્યમ થકી પરીક્ષા લક્ષી કામગીરીઓ હાથ ધરવા માટે એસઓપીનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે,મેડીકલ ટીમ તૈનાત રાખવાની,અંતરીયાળ વિસ્તારના વિધાર્થીઓ માટે એસ.ટી બસોની વ્યવસ્થા ઉભી કરવાની,પરિક્ષા દરમ્યાન લાઈટો ખોરવાઈ જાય નહીં તેમ સહિતની જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.

ધો-12માં વિજ્ઞાન પ્રવાહમાં 1500 અને સામાન્ય પ્રવાહ 2017 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા કુલ 10 કેન્દ્રમાં પરિક્ષા આપશે.ત્યારબાદ ધો-10માં કુલ 10752 વિદ્યાર્થીઓ 56 જેટલા પરીક્ષા કેન્દ્રો આપી શકે તેવી તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે.

જો કે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા કેન્દ્રના સંચાલકોને સીસીટીવી કેમેરા ચકાસી લેવા તેમજ પરીક્ષા દરમિયાન ફૂટેજ વીડીયો સાથે ઓડીયો રેકોર્ડીંગ રાખવું સહિતની પરિક્ષાઓલક્ષી તમામ કામગીરીઓ આરંભી દેવા માટેની કેન્દ્રોના સંચાલકોને સુચના આપી દેવામાં આપી દેવાઈ છે.આ અંગે આણંદ જીલ્લા કલેકટર કક્ષાએ બુધવારે વીડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુચનાઓ આપવામાં આવી હતી કે એક વર્ગ ખંડમાં ફકત 20 વિધાર્થીઓને બેસાડવા રહેશે એસઓપીનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...