તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેમડેસિવીરના કાળાબજાર:ઈન્જેકશનની કાળાબજારી મામલે ઝડપાયેલા નડિયાદ સિવિલના કર્મચારીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ SOGએ રેમડેસિવીરના કાળાબજારનો કર્યો હતો પર્દાફાશ

માનવતા હચમચી ઉઠે તેવી ગુનાહિત પ્રવૃત્તિમાં લબ્ધ નડિયાદ સિવિલ હોસ્પિટલનો નપાવટ કર્મચારીએ જેટલા રેમડીસીવર ઈન્જેકશન દર્દીઓને આપ્યા હોય અને તે દર્દીઓના મૃત્યુ થયા હોય તો તે અંગે પોલીસ દ્વારા સઘન તપાસની માંગણી બળવત્તર બની રહી છે.નડિયાદ સિવિલ હોસ્પિટલમાં બ્રધર્સ સ્ટાફનો કર્મચારી દર્દીને અપાતા રેમડેસીવીર ઇન્જેકશનના કાળાબજારી કરતો હોવાનું કૌભાંડ આણંદ એસઓજી દ્વારા રંગેહાથ પકડી પાડવામાં આવ્યું છે.

માનવતાને નેવે મૂકી કરાતી આ હરામખોરીમાં આ નરાધમ સાથે તેના સહકર્મચારી કે ઉપરી અધિકારી સામેલ છે કે કેમ તે શંકાકુશંકાઓએ પંથકના વાતાવરણ ને તંગ કર્યું છે ,અને આ ટોળકી હોસ્પિટલમાં કાળાબજારીનું નેટવર્ક ચલાવતી હતી કે કેમ ? તે પોલીસ રિમાન્ડ ખુલશે

આણંદ એસઓજી પીએસઆઈ કે.જી. ચૌધરી તથા તેમની ટીમે રેમડેસીવીર ઇન્જેકશનના કાળા બજારી કરતાં જગદીશચંદ્ર ઉર્ફે જગો રમણભાઈ પરમાર (રહે. ઉમરેઠ)ને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછમાં તે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં બ્રધર્સ સ્ટાફ તરીકે ફરજ બજાવતો હતો. તેને કોરોના દર્દીઓની દેખરેખ રાખતો હતો. આ દરમિયાન દર્દીઓને આપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેકશનમાંથી થોડો જથ્થો કાઢી ઘરે લઇ જઇ ડુપ્લીકેટ ઇન્જેકશન બનાવતો હોવાનું કબુલ્યું છે.

જોકે, તેના આ કબુલાતમાં હજુ કંઇક છુપાવતો હોય તેવું પોલીસ માની રહી છે. હાલ આ અંગે વધુ તપાસ આણંદ શહેર પોલીસને સોંપવામાં આવી છે. જ્યાં તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.આવતીકાલે સવારે તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર, જગદીશચંદ્ર ઉર્ફે જગો રેમડેસીવીર ઇન્જેકશનના કાળાબજારીનું નેટવર્ક ચલાવતો હતો. જેમાં તેના સહકર્મચારી તથા ઉપરી અધિકારીનો પણ સાથ હોવાની શંકા છે. આ ઉપરાંત તેણે ક્યાંથી સામાન લીધો ? અત્યાર સુધી કોને કોને ઇન્જેકશન આપ્યાં તે સહિતની પુછપરછ કરવામાં આવશે. આ નેટવર્ક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં જ ચાલતું હતું કે અન્ય કોઇ હોસ્પિટલનો સ્ટાફ પણ તેમાં સંડોવાયેલો છે ? વગેરે બાબતે પૂછપરછ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...