માગ:BRC-CRCની પરીક્ષામાં આણંદ ઝોનને અન્યાય, અન્ય શિક્ષકોને 80થી વધુ ગુણ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ ઝોનના પરીક્ષા વર્ગખંડના સીસીટીવી ફૂટેજ તપાસવા માગ કરાઇ

શિક્ષકોના જ્ઞાનની ચકાસણી માટે ગત 8મીમેના રોજ યોજાયેલ બીઆરસી -સીઆરસી પ્રતિનિયુકિત માટે યોજાયેલી પરીક્ષામાં આંકલાવ જિલ્લાના શિક્ષકો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે આણંદ જિલ્લા શિક્ષકોએ તમામ પરીક્ષા કેન્દ્રના સીસીટીવી ફૂટેઝ તપાસ તેમજ કેટલાંક શિક્ષકો ખોટી જન્મ તારીખ આપીને પરીક્ષા આપી છે. ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરીકાર્યવાહી કરવાની માંગ સાથે આંકલાવ તાલુકાના શિક્ષકોએ ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે.

બીઆરસી-સીઆરસી પરીક્ષામાં શિક્ષકોના જ્ઞાનની ચકાસણી કરતું પ્રશ્નપત્ર તૈયાર કરાયું હતું. પરંતુ રાજયના અન્ય પરીક્ષા ઝોનમાં કેટલાંક ઉમેદવારોએ ચોરી કરીને ગુણ વધુ મેળવ્યા હોય તેવા આક્ષેપ આંકલાવ તાલુકાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા છે. ખરેખર તો પાઠયપુસ્તકના નિષ્ણાંત એવા તજજ્ઞ પણ પરીક્ષા આપે તો પમ મહતમ 65 ગુણ મેળવી શકયા તેવું પેપર હતું. પરંતુ કેટલાંક ઝોનમાં શિક્ષકોએ 80 ગુણથી વધુ મેળવ્યા છે.

આટલા માર્કસ આવી શકે તેવું પેપર ન હતું. તો પછી કેવી રીતે માર્કસ વધુ આવ્યા તે પ્રશ્ન થઇ પડયો છે. તેથી દરેક ઝોનના સીસીટીવી કેમેરા ફૂટેઝ તપાસવા તેમજ 80 ગુણ મેળવનાર શિક્ષકોના એક માસ અગાઉની કોલડીટેલ તેમજ વોટસઅપ ચાર્ટ અને ડોકયુમેન્ટ તપાસમાં આવે તો વધુ જણકારી મળી શકે તેમ છે.તેમજ 50 વર્ષની વયમર્યાદા છે તેમ છતાં કેટલાંક પરીક્ષાર્થીઓએ ખોટી જન્મ તારીખ નાખી પરીક્ષા આપી છે. તેની પણ ચકાસણી કરીને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ આંકલાવ તાલુકાના શિક્ષકોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...