• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Initiative Of Sojitra Taluka Administration Under "Free My Village Corona" Campaign, Isolation Wards Set Up In 26 Villages

સુવિધા:"મારુ ગામ કોરોના મુક્ત" અભિયાન અંતર્ગત સોજિત્રા તાલુકા પ્રસાશનની પહેલ, 26 ગામમાં ઉભા કરાયા આઈસોલેશન વોર્ડ

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રત્યેક ગામોમાં વ્યવસ્થા માટે એક ટીમ કાર્યરત કરાઈ
  • મોટા ગામમાં 25 આઈસોલેશન બેડ કાર્યરત કરવામાં આવશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવર્તજીના "મારુ ગામ કોરોના મુક્ત ગામ" ના આહવાન બાદ સોજીત્રા તાલુકા વિકાસ અધિકારી કે.વી.નંદા અને પ્રમુખ પાર્વતીબહેન પરમાર તેમજ તાલુકા જિલ્લા પંચાયતના તમામ પદાધિકારીઓના પ્રયાસો અને માર્ગદર્શન હેઠળ ગામે ગામ સરપંચના નેતૃત્વ અને સહયોગ હેઠળ પ્રત્યેક ગામમાં આઇસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

આઇસોલેશન સેન્ટરની વ્યવસ્થા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા ગામમાં પાંચ આઈસોલેસન બેડની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. જેમાં જમવા થતા અન્ય વ્યવસ્થા પણ હશે. જોકે, મોટા ગામમાં 25 આઈસોલેશન બેડ ઉભા કરવામાં આવશે.

સોજિત્રા તાલુકા વિકાસ અધિકારી કે.વી. નંદાએ જણાવ્યું હતું કે, તાલુકાના પાંચ મોટા ગામોમાં પીપળાવ, ડભોઉ, દેવા તળપદ અને કાસોર ગામે 25 આઈસોલેસન બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે, માત્ર આઈસોલેસન બેડ જ નહીં જે વ્યક્તિ આઈસોલેટ થાય તેઓને જમવાનું અને બીજી બધી સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેની દેખરેખ ગામની સમિતિના સભ્યો રાખે છે.

આ ઉપરાંત નજીકના સરકારી દવાખાના સાથે સંકલન કરીને તબીબી તપાસ અને દવા ગોળીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં સામાન્ય લક્ષણો ધરાવતા હોય અને પોતાના ઘરમાં વ્યવસ્થા ન હોય તેવા નગરિકોને સેવા પૂરી પાડવામાં આવે છે.નિયમિત રીતે કોરોનાના આયુર્વેદિક ઉકાળા નું વિતરણ પણ કરવામાં આવી રહયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોજીત્રા તાલુકાના 15 ગામોમાં સરપંચ અને ગ્રામજનોની સહમતીથી સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ ચાલી રહયો છે. ગામમાં અવર જવર બંધ છે. સ્વૈચ્છીક લોકડાઉન સામે કોરોના ગાઈડલાઈન મુજબ રોજગારી પણ ગ્રામિણ નાગરિકોને રોજગારી પણ પ્રાપ્ત થાય છે. અનાજ વિતરણ પણ બરોબર થાય તે માટે માઇક ઉપર જાહેરાત કરવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...