તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગેસ ટર્બાઈન પાર્ટસની ચોરીમાં કોલ રેકોર્ડના આધારે તપાસ શરૂ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધુવારણની GSECLમાંથી 5.55 કરોડના સ્પેર પાર્ટસ પગ કરી ગયા હતા

ખંભાતની જીએસઈસીએલના અલગ-અલગ પ્લાન્ટમાંથી રૂપિયા 5.55 કરોડના ગેસ ટર્બાઈનના સ્પેર પાર્ટસની ચોરી પ્રકરણમાં ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસે કોલ રેકોર્ડ અને નિવેદનના આધારે સમગ્ર બનાવની તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ અંગે વાત કરતાં ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ રણજીતસિંહ ખાંટે જણાવ્યું હતું કે, જીએસઈસીએલ પાવર પ્લાન્ટમાંથી વર્ષ 2020માં મોંઘા ગેસ ટેર્બાઈનના સ્પેરપાર્ટ ચોરી થયા હતા.

પ્લાન્ટમાં રાખવામાં આવેલા પાર્ટસ ગુમ થયા બાદ વડી કચેરી વડોદરા દ્વારા આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આંતરિક તપાસના કામે જવાબદાર અધિકારીઓ-કર્મચારીના ખુલાસા પૂછપરછ કરવામાં આવ્યા હતા. પરંતુ યોગ્ય સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.

જેને પગલે સમગ્ર મામલો ગુંચવાયો હતો. સમગ્ર બનાવમાં તેની દેખરેખમાં આવતા ચાર જવાબદાર એન્જિનીયરો તેમજ સલામતી અધિકારીઓ પર પણ શંકાની સોય છે. હાલમાં ગુનો જૂનો છે, એટલે કોલ ડિટેઈલના આધારે તપાસ શરૂ કરાશે. આ ઉપરાંત તમામના નિવેદનો પણ લેવામાં આવશે અને રીપેરીંગમાં મોકલવામાં આવનારા સ્પેરપાર્ટસ કેવી રીતે સગવગે કરાયા તેની તપાસ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...