તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના જુઠ્ઠાણું:આણંદના ખંભાતમાં 3 કોરોના સંક્રમીત કેસ ,હોસ્પિટલમાં કોરોના બેડ ઉપર 37 દર્દીઓ સારવાર હેઠળ...!

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ હોસ્પિટલો શંકાસ્પદ કોરોના કેસને પણ કોરોના બેડ આપી સારવાર કરી રહી છે જે બાબત યોગ્ય નથીઃ જિલ્લા આરોગ્ય અધિકારી

આણંદના ખંભાતમાં કોરોના સંક્રમણ વિસ્ફોટક બની ફરી રહ્યો છે. સરકારી તંત્ર જૂદું ચિત્ર બતાવે છે જ્યારે વાસ્તવિકતા આંખ ફાડી નાખે તેવી છે. જિલ્લા આરોગ્ય તંત્ર કોરોનાના આંકડા કઈ રીતે છુપાવે છે તે ખંભાતની કોરોના પરિસ્થિતિ ઉપરથી સમજી શકાય છે. ખંભાતના કોવીડ સેન્ટરમાં જ 37 થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સરકારી ચોપડે ત્રણ જ કોરોના દર્દી હોવાની માહિતી છે. અચરજ અને આક્રોશ ઉભી કરતી આરોગ્ય તંત્રની કામગીરી જાહેર જનતા સાથેની છેતરપિંડી સાબિત થઈ રહી છે.

ખંભાતમાં કોરોના હોસ્પિટલ શરૂ કરવા કાગારોળ મચાવતા રાજકીય આગેવાનોએ કોરોનાના સાચા આંકડા પ્રદર્શિત કરવા મુખ્યમંત્રીને પત્ર લખવો પડશે. જોકે કેન્દ્રએ ગુજરાતમાં એન્ટીજન ટેસ્ટના ઓથા હેઠળ કોરોના આંકડો દબતો હોઈ રાજ્ય આરોગ્ય તંત્રના કાન આમળી RT-PCR ટેસ્ટ વધારવા કેમ કહ્યું તેનું મૂળ કારણ પણ ખંભાતની કોરોના પરિસ્થિતિથી આ ષડયંત્રની પોલ ખોલી શકે છે.

આણંદ જિલ્લામાં આરોગ્ય તંત્ર એન્ટીજન પોઝેટિવ કેસ ,HRCT પોઝેટીવ કેસ શંકાસ્પદ કોરોનામાં ગણવામાં આવે છે. માત્ર RTPCR કેસ જ કોરોનામાં ગણતરીમાં લેવામાં આવે છે.એન્ટીજન અને HRCT ટેસ્ટ માં કોરોના સંક્રમણ જણાય તો આરોગ્ય તંત્ર હોમ ક્વોરોન્ટાઈન કરી કોરોના સારવારનો 5 દિવસનો કોર્સ આપી વાત અટોપી લે છે. દર્દીની તકલીફ બધું ખરાબ લાગે તો જ RTPCR કરવામાં આવે છે.જેને લઈ કોરોના સંક્રમણ સતત બેકાબુ બની સમગ્ર જિલ્લાને ભરડામાં લઈ રહયુ છે

આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર જનતાને અને મીડિયાને ખુલ્લી આંખે છેતરી રહયુ છે. સામાન્ય ચૂંટણી બાદ તાલુકાના કોરોના સંક્રમણ એટલી હદે વધી ગયું હતું કે ધારાસભ્ય અને સાંસદસભ્યે કોવિડ હોસ્પિટલ શરૂ મુખ્યમંત્રી ને રજૂઆતો કરવી પડી હતી. ત્યારે પણ આરોગ્ય તંત્ર આંકડા દબાવતું હતું અને આજે પણ આરોગ્ય તંત્ર સાચા આંકડા દબાવી રહયુ હોવાની બાબત ખુલ્લી પડી ચૂકી છે.

આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.ટી. છારી સાથે સંપર્ક કરતા તેઓએ હાલની પરિસ્થિતિની તમામ જવાબદારી કોવિડ હોસ્પિટલો ના માથે ઢોળી સ્વબચાવ કરતા જણાવ્યું કે કોવિડ હોસ્પિટલો શંકાસ્પદ કોરોના કેસ ને પણ કોરોના બેડ આપી સારવાર કરી રહી છે જે બાબત યોગ્ય નથી તેમજ આ ગંભીર બાબત અમારે ધ્યાને આવતા અમે કોવિડ હોસ્પિટલ દીઠ કો.ઓર્ડીનેટર નિમણુંક કરવાના છીએ તથા આ અંગે એક નોડલ ઓફિસરની નિમણુંક કરવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો