તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્ડર:આણંદ-વિદ્યાનગરના કુખ્યાત સિદ્ધાર્થ રાવને સુરતના સરથાણામાં ચપ્પાના ઘા મારી રહેંસી નાંખ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આણંદના કુખ્યાત સિધ્ધાર્થ રાવની હત્યા - Divya Bhaskar
આણંદના કુખ્યાત સિધ્ધાર્થ રાવની હત્યા
  • સુરતના એનામાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે પણ આવતો હતો
  • સિદ્ધાર્થ રાવની કાર બગડી જતા મિત્ર પાસે લીધેલી કાર પરત આવવા માટે સુરત આવ્યો હતો
  • ઉંચા વ્યાજે નાણાં ધીરધારનું ખાનગી રાહે કામ કરતો હોઈ કોઈ નાણાં ની લેતીદેતી માં જ હત્યાની આશંકા
  • સિધ્ધાર્થ રાવ સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે

સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેટ સામે બુધવારે સવારે ઇનોવા પાર્ક કરી રહેલા આણંદના કુખ્યાત સિદ્ધાર્થ રાવની ચપ્પુના ઘા ઝીંકી હત્યાની ઘટનાને પગલે ચકચાર મચી ગઇ હતી. હત્યા પાછળ કારની બાબતની તકરાર હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. જોકે, પોલીસે કોલ ડિટેઇલના આધારે તપાસ શરૂ કરી છે.

સિદ્ધાર્થ રાવ ઈનોવા કારની ડ્રાયવીંગ સીટ ઉપર જ ઢળી પડ્યો
સિદ્ધાર્થ રાવ ઈનોવા કારની ડ્રાયવીંગ સીટ ઉપર જ ઢળી પડ્યો

ઉપરા છાપરી ઘા ઝીંકી હુમલાખોર ફરાર
આણંદના વિદ્યાનગરના રહેવાસી સિદ્ધાર્થ સંદિપભાઇ રાવ માથાભાર શખ્સની છાપ ધરાવે છે. બુઘવારે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં સિદ્ધાર્થ ઇનોવા કાર નં જીજે-05-જેએમ-9316 લઇને સરથાણા સ્થિત તક્ષશિલા આર્કડની સામે આવેલા પાર્કિંગમાં પાર્ક કરતો હતો. ત્યારે ત્રણ જેટલા શખ્સો આ‌વ્યા હતા. અને સિદ્ધાર્થ કઇ સમજે તે પહેલાજ ચપ્પુના ઉપરા છાપરી ધા મારી નાસી ગયા હતા. સ્થાનિક લોકોએ જાણ કરતા 108 એમ્બ્યુલન્સને આલી હતી. અને સિદ્ધાર્થને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. ફટેજમાં ત્રણ હત્યારાઓ હુમલો કરીને મોપેડ અને બાઇક પર નાસી છુટયા હોવાનું જણાય છે.

કારની લેતીદેતીમાં હત્યા થઈ હોવાની આશંકા
પોલીસ પાસેથી જાણ‌વા મળતી માહિતી મુજબ સિદ્ધાર્થ બારડોલી તાલુકામાં આવેલા એક રિહેબિલીટી સેન્ટરમાં ધણી વખત સારવાર કરાવવા માટે આવતો હતો. બારેક દિવસ પહેલા તે સુરત આવ્યો હતો ત્યારે તેની કાર બગડી હોવાથી પોતાની કાર આપીને મિત્ર ભરત લાઠીયાની કાર લઇને ગયો હતો. ગઇકાલે તે સુરત કાર આપવા માટે આવ્યો હતો. અને સવારે હત્યા થઇ હતી. કારની લેતી દેતીમાં હત્યા થઇ હોવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે

ઇજાગ્રસ્ત સિધ્ધાર્થ રાવને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો
સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા નજીક જાહેરમાં સિધ્ધાર્થ રાવ ઉપર બુધવારે સવારે 8.30 આસપાસ ખૂની ખેલમાં ખેલાયો હતો. હુમલાખોરના હુમલામાં સિદ્ધાર્થ રાવ ઈનોવા કારની ડ્રાયવીંગ સીટ ઉપર જ ઢળી પડ્યો હતો. ઇજા ગ્રસ્ત સિધ્ધાર્થ રાવને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બાબતે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

કુખ્યાત સિધ્ધાર્થ રાવ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતો હતો
સુરતમાં બુધવારના રોજ આણંદના સિદ્ધાર્થ રાવની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. સિદ્ધાર્થ રાવ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતો હતો. આણંદ વિદ્યાનગરમાં ખંડણી, અપહરણ, લૂંટ અને ધમકી આપવી વગેરે જેવા ગુનામાં સંડોવાયેલા કુખ્યાત થયેલ સિધ્ધાર્થ રાવને અગાઉ વિદ્યાનગર પોલીસે લૂંટના ગુનામાં ઝડપી તેનો જાહેરમાં વરઘોડો પણ કાઢ્યો હતો. આ સાથે પોતાનો ખૌફ બતાવી લોકોને ડરાવી રહેતા કહેવાતા આ ગુંડાને જાહેરમાં પોલીસે ઉઠ-બેસ કરાવી હતી. વિદ્યાનગરમાં છેલ્લાં કેટલાંય સમયથી સિદ્ધાર્થ રાવનો ખૌફ એટલો છે કે તેના વિરૂદ્ધ ફરિયાદ કરતાં પણ લોકો ડરી રહ્યા હતા. થોડા મહિના પહેલાં સિદ્ધાર્થ રાવને એક યુવતી અને તેના મિત્ર સાથે અમદાવાદ શહેરની ઓઢવ પોલીસે દેશી તમંચા અને ચાર કારતુસ સાથે ઝડપી પાડી તેઓની વિરૂદ્ધ આર્મસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિદ્ધાર્થ રાવની હત્યા થતાંની સાથે જ તેના ગુંડાગીરીના સામ્રાજ્યનો આજે અંત આવ્યો હતો.

ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો
ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો

વ્યસનોથી ઘેરાયેલ અને ગુનાહિત માનસિકતા ધરાવતા સિધ્ધાર્થ રાવ નું કુટુંબ સ્વામિનારાયણ સત્સંગી છે.પિતા સંદીપભાઈ રાવ વલાસણ સ્વામિનારાયણ સ્કૂલના સંચાલક મંડળના સભ્ય છે.સિધ્ધાર્થ કિશોર વય થી જ માથાભારે માનસિકતા ધરાવતો હતો.સિદ્ધાર્થ રાવના નામે સાત જેટલા લૂંટ તેમજ મારામારીના ગંભીત ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. સિધ્ધાર્થ કુટુંબમાં એકનો એક દીકરો હતો.એકના એક દીકરાની અચાનક હત્યાથી કુટુંબમાં ઘેરી ગમગીની અને શોક વ્યાપ્યો છે.

ત્રણ માસ અગાઉ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો
ગત ડિસેમ્બરમાં સિદ્ધાર્થ રાવ સહીત ત્રણ જણાને અમદાવાદ શહેરની ઓઢવ પોલીસે દેશી તમંચા અને ચાર કારતુસ સાથે ઝડપી પાડ્યા હતા. મૃતક સિદ્ધાર્થ ડીવાયએસપી કિરીટ બ્રહ્મભટ્ટના દોહિત્ર હતો. મોટાભાગે તે તેમના નામનો દુરઉપયોગ કરીને લોકો પાસેથી ખંડણી માંગતો હતો. પેટ્રોલ પંપ એસોશિયસને તો તેના વિરૂદ્ધ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પણ આપ્યુ હતું. વર્ષ 2016માં નિવૃત્ત ડીવાયએસપી કીરીટ બ્રહ્મભટ્ટે ગોળી મારી આત્મહત્યા કરી એ પછી તે લાઇમ લાઇટથી દૂર થઇ ગયો હતો.

પગપાળા જઈ રહેલી વિદ્યાર્થિનીઓ પાછળ ફડાકડા ફોડતો હતો
વિદ્યાનગરમાં અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીઓ ચાલતા જતી હોય ત્યારે તે તેમની પાછળ ફટાકડા ફોડતો હતો. ગર્લ્સ હોસ્ટેલ પાસે જ તે પોતાની કાર લઈને ઊભો રહેતો હતો અને જતી આવતી છોકરીઓને મશ્કરી કરતો હતો. બેફામ વાહન ચલાવવું, રસ્તામાં ગમે ત્યાં પોતાના બાઈક-ફોર વ્હીલર પાર્ક કરી દેવા, વિદ્યાનગરના એક પ્રોફેસરને રિવોલ્વર બતાવી ધમકી આપી હતી. તેના વિરૂદ્ધ વિદ્યાનગર પોલિસ સ્ટેશનમાં ધાક ધમકી આપવી, લૂંટ, મારામારી સહિતના અનેક ગુનાઓ નોંઘાયા હતા. જોકે, કેટલાંય ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા નથી.

નિકુલ નામના મિત્ર પર પણ શંકા
પોલીસે સીસીટીવી ફુટેજ તેમજ મરનાર ફોનની ડિટેઇલના આધારે તપાસ શરૂ કરી છે.જેમાં મરનારે બે દિવસમાં કરેલા કોલના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં તેના નિકુલ નામના શખ્સ પર પોલીસને શંકા જતા તેની પુછપરછ શરૂ કરી છે.

બિલ્ડર સહિતના મોટા માથા દેખાયા
સિદ્ધાર્થની હત્યા થયાના સમાચાર પ્રસરતા જ સ્મીમેર હોસ્પિટલમાં લોકોના ટોળા ભેગા થયા હતા. જેમાં કેટલાક બિલ્ડર અને મોટા માથા પણ દેખાયા હતા.જોકે, બાદમાં પરિસ્થિતિ સમજી ત્યાંથી ચાલી ગયા હતા.

રિહેબિલીટ સેન્ટરમાં આવતો
સિદ્ધાર્થ દારૂ પીવાનો આદી હતો. છેલ્લા કેટલાક સમયથી તે દારૂ છોડવા માટે બારડોલી તાલુકામાં આવેલા રિહેબિલિટી સેન્ટરમાં સારવાર માટે આવતો હતો.

કોઇએ ફોન કરીને પિતાને જાણ કરી
સિદ્ધાર્થ પર હુમલો થયા બાદ તરત જ કોઇએ તેના ફોનથી પિતા સંદિપભાઇને હુમલો થયાની જાણ કરી હતી.પિતા સંદિપભાઇએ વ્યસન મુક્તિ કેન્દ્રના જયેશ પટેલને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા. તે પહોંચે તે પહેલા સિદ્ધાર્થનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો