તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Indoor Treatment Of 21 Patients A Month At A Private Hospital In The City, Double The Official Figure Of 26 Dengue Patients

આણંદ જિલ્લામાં મચ્છોરોનો ઉત્પાત:ડેન્ગ્યુના સરકારી 26ના આંકડા કરતાં ડબલ દર્દી, શહેરની એક ખાનગી હોસ્પિટલમાં એક માસમાં 21 દર્દીને ઇન્ડોર સારવાર

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસથી ડેન્ગ્યુ સહિતની વાયરલ બીમારી જાણે કાબુ બહાર થઇ છે. સરકારી તંત્ર આંકડાઓ છુપાવી રહ્યું છે. તંત્ર ડેન્ગ્યુના માત્ર 26 કેસ બતાવી રહ્યું છે પરંતુ ખાનગી હોસ્પિટલોમાં 50થી વધુ કેસ છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં મચ્છરો સહિતની જીવાતનો ઉપદ્વવ વધ્યો છે તેને નાથવા માટે જિલ્લા આરોગ્ય વિભાગે 274 ટીમો મેદાનમાં ઉતારી છે પરંતુ તેમના પ્રયાસો વિફળ રહ્યા છે. આણંદ જિલ્લા મેલેરિયા વિભાગના જણાવ્યા અનુસાર જિલ્લામાં ડેન્ગ્યુના કેસ છેલ્લા એક માસથી વધી ગયા છે. પરંતુ હાલ પરિસ્થિતિ કાબુમાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં 26 ડેગ્ન્યુના કેસ નોંધાયા છે. જયારે જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં 50 થી વધુ ડેગ્ન્યુના કેસ એક સપ્તાહમાં નોધાયા છે. આણંદ શહેરની ચાર ખાનગી હોસ્પિટલમાં 15 થી વધુ દર્દી સારવાર હેઠળ છે. કરમસદ પીએચસી કેન્દ્રમાં 7 કેસ એક સપ્તાહમાં નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં નાના કિલનીકમાં દર્દીઓ વધુ સારવાર લેતા હોવાથી સાચો આંકડો બહાર આવતો નથી. પરંતુ હાલ જિલ્લામાં અનેક દર્દી સારવાર હેઠળ છે. જિલ્લાની સરકારી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં માત્ર એક મેલેિરયાનો કેસ છે.

ચીકન ગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી. જયારે ખાનગી હોસ્પિટલો પાણી અને મચ્છરજન્ય રોગના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોવાનું ડોકટરો જણાવ્યું હતું. આણંદની એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 1 માસમાં ડેન્ગ્યુના 21 દર્દીને દાખલ કરીને સારવાર અપાઇ હતી.અન્ય હોસ્પિટલોનો સરવાળો કરીએ તો આ આંકડો ઘણો મોટો હોઇ શકે છે.

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની 274 ટીમો દ્વારા ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ
આણંદ જિલ્લામાં મેલેરિયા ,ડેન્ગ્યુના કેસ અટકાવવા માટે આરોગ્ય વિભાગ અને મેલેરિયા વિભાગની ટીમો ગામે ગામ સર્વે કરી છે. મચ્છરોના નાશ માટે દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 45497 લોહીના નમુના લેવામાં આવ્યા છે. જો કે મેલેરિયાના કેસ મળ્યા નથી જયારે 522 વ્યકિતઓના ડેન્ગ્યુ માટે સીરમ ટેસ્ટ લેવામાં આવ્યા હતા.જેમાંથી 26 જેટલા દર્દીઓનો રીપોર્ટ ડેગ્ન્યુના લક્ષણો જોવા મળ્યા છે. - ડો આલોક કુલશ્રેષ્ઠ,મેલેરિયા અધિકારી આણંદ

અન્ય સમાચારો પણ છે...