• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Indo Tibetan Union Hands Over Application To Collector In Anand, Demanding Release Of Kailash Mansarovar From Chinese Occupation

માંગણી:કૈલાસ માનસરોવરને ચીનના કબજામાંથી મુક્ત કરાવવા માંગ, આણંદમાં ભારત તિબેટ સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તિબેટ, અક્સાઇ ચીન, 1962માં ચીન દ્વારા પછાવી પાડવામાં આવેલી ભૂમિ પરત લેવા ભારત તિબેટ સંઘ દ્વારા માંગ કરાઇ

આણંદના ભારત તિબેટ સંઘ દ્વારા બુધવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર આપી કૈલાસમાન સરોવરને ચીનના કબજામાંથી મુક્ત કરાવવા ઉપરાંત તિબેટ, અક્સાઇ ચીન સહિતની ભૂમિને ભારતમાં મેળવવા માંગણી કરી હતી.

આણંદ સ્થિત ભારત તિબેટ સંઘે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ચીન દ્વારા 20મી ઓક્ટોબર, 1962ના રોજ ભારત સાથે યુદ્ધ કર્યું હતું. આથી, ચીન પર પ્રતિબંધ મુકી ચીની સામાનનો પૂર્ણ બહિષ્કાર કરવા માગણી કરી હતી.

ભારત તિબેટ સંઘ દ્વારા 20મી ઓક્ટોબરને દેશભરમાં કાળા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંગઠન દ્વારા ચીને કબજો કરેલી ભારતની ભૂમિ પરત લેવા, અક્સાઇ ચીનને મુક્ત કરાવવા અને તિબેટની સરકારને માન્યતા પ્રદાન કરવા અને પવિત્ર કૈલાસ માનસરોવરને ચીનના કબજામાંથી મુક્ત કરવાની માગણી કરી હતી.

આણંદમાં ભારત તિબેટ સંઘના અધ્યક્ષ આશવભાઈ પટેલની આગેવાનીમાં ધવલ શર્મા (કોષાધ્યક્ષ), હિરેન ડોડીયા (ઉપાધ્યક્ષ), ભાવિનકુમાર પ્રજાપતિ, અર્પિતા પટેલ, શિવાની ચૌહાણ વિગેરેએ કલેક્ટર એમ.વાય. દક્ષિણીને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...