તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:આણંદ પાલિકામાં અપક્ષો ભાજપ-કોંગ્રેસને હંફાવશે

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નં 3,4,5 અને 6માં ભાજપ માટે કપરા ચઢાણ તો કોગ્રેસ માટે અપક્ષો માથાના દુઃખાવા રૂપ બનશે

આણંદ નગરપાલિકાની આગામી 28મી યોજાનાર ચૂંટણીમાં કુલ 13 વોર્ડ52 બેઠકો માટે 193 ઉમેદવારી પત્રો ભર્યા છે. જેમાં આમ આદમી પાર્ટી 15 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જયારે 28 અપક્ષો મેદાનમાં ઝંપલાવ્યું છે.તેમજ એનસીપીએ વોર્ડ નં 13ની એક બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા કર્યો છે. જેને લઇને કેટલીક બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે,જયારે ભાજપમાંથી કેટલાંક ટિકીટના મળતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેને લઇને કેટલીકં બેઠકો પર રસાકસીનો જંગ જામ છે.

આણંદ નગરપાલિકામાં ભાજપે 52 અને કોંગ્રેસે 50 ઉમેદવારો ઉતાર્યા છે. કોંગ્રેસને બે બેઠક પર ઉમેદવાર મળ્યા નથી .જો કે ૧૩ વોર્ડમાં થઈને કુલ ૨૮ જેટલા અપક્ષોએ પણ ઝુકાવ્યું હોય ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતાને નુકસાન પહોંચાડતા ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવાની તજવીજ હાથ ધરી દીધી છે.

આણંદ નગરપાલિકામાં વોર્ડ નં 2,3,4 અને 5 માં ભાજપે બેઠકો માટે પ્રયાસ હાથધર્યા છે. પરંતુ આ લધુમતિ વિસ્તાર હોવાથી ભાજપ માટે એકાદ બે બેઠકો કાઢવી લોઢા ચણા સમાન બની જશે.જયારે કોંગ્રેસ માટે આ વોર્ડ ઉભેલા આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો કોંગ્રેસની ગણિત બગાડી શકે તેમ છે.

આણંદ નગરપાલિકા કબ્જે કરવા માટે રાજકીય પક્ષોએ કાવાદાવા શરૂ કરી દીધા છે. કેટલાંક અપક્ષ ઉમેદવારોને પોતાના વોર્ડમાં ફોર્મ પરત ખેંચવા માટે સ્થાનિક આગેવાનો સાથે રાખી મનવવાના પ્રયાસ થઇ રહ્યાં છે. કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતા વોર્ડ 2,3,4 અને 5માં ભાજપ વધુ બેઠકો મેળવવા માટે કેટલાંક અપક્ષ અને અન્ય પાર્ટીના ઉમેદવારો બેઠકો દોર શરૂ કર્યો છે. કેટલાંક ઉમેદવારોને મોટી ઓફર કરવામાં આવી રહી છે. હાલમાં તો સૌ પ્રથમ રાજકીય નેતાઓની દરેક વોર્ડમાં ઉમેદવારો ઓછા થાય તે માટેના પ્રયાસ હાથધરવામાં આવ્યા છે.

વોર્ડ દીઠ ભરાયેલા ઉમેદવારી પત્રો
વોર્ડ નં 1માં 13, વોર્ડ નં 2માં 15, વોર્ડ નં 3માં 09, વોર્ડ નં 04માં 17, વોર્ડ નં 5માં 14,વોર્ડ નં 6માં 13, વોર્ડ નં 7માં 10 , વોર્ડ નં 8 માં 11, વોર્ડ નં 9માં 18, વોર્ડ નં 10માં 10, વોર્ડ નં 11માં 21, વોર્ડ નં 12માં 12 અને વોર્ડ નં 13 માં 22 ઉમેદવારી પત્રો ભરાયા છે.

16મી બાદ બેઠકો ચિત્ર સ્પષ્ટ થશે
​​​​​​​આણંદ પાલિકાની 52 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિને જુદાજુદા પક્ષોમાંથી કુલ 193 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.સોમવારે ફોર્મ ભરવાની ચકાસણી કરવામાં આવશે.જેમાં મેઈન્ટેડ નહીં ધરાવતા ડમી ઉમેદવારોના ફોર્મ આપોઆપ રદ થઈ જશે.ત્યારબાદ 16 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચાવાની અંતિમ દિન હોઈ બપોર બાદ ચુંટણીમાં કેટલા ઉમેદવારો ઝંપલાવશે તેનુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.અને આખરી યાદી તૈયાર થઈ ગયા બાદ ઉમેદવારોને ચુંટણી વિભાગ ધ્વારા પ્રતિક નિશાન ફાળવવામાં આવશે. આમ પક્ષમાંથી મેઈન્ટેડ મળેલા ઉમેદવારોએ ડોર ટુ ડોર ચુંટણી પ્રચારની સાથે ખાટલા બેઠકો મતદારોને મનાવવા માટેના નુશખાઓ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને વોર્ડ નં. 13માં સૌથી વધુ ઉમેદવારી પત્રો ભરાયા હોવાનું અને હાલમાં અપક્ષોને સમજાવવાનો દોર ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો