તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:આણંદ જિલ્લામાં રેપીડ ટેસ્ટમાં વધારોઃ દૈનિક 1000 કરાયા

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં દિવાળી બાદ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.તેને ધ્યાને લઇને આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આણંદ શહેર સહિત જિલ્લાના ગામોમાં ધન્વંતરી રથ અને 52 પીએચસીઅને 4 સીએચસી કેન્દ્ર પર રેપીડ ટેસ્ટની કામગીરી વધારી દેવામાં આવી છે.જેમાં દૈનિક 800 થી 1000 રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે.જેમાંથી 20 થી 25 શંકાસ્પદ પોઝિટીવ મળતાં તેઓને સારવાર માટે સમરસ સેન્ટરમાં મોકલવામાં આવે છે. આણંદ તાલુકા હેલ્થ અોફિસર ભાવિન પટેલે જણાવ્યુ હતુ કે આણંદ શહેરમાં તમામ હેલ્થ સેન્ટરો ઉપર રેપીડ ટેસ્ટની કામગીરી કરવામાં આવે છે. દરરોજ 100થી વધુ લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે તેમ છતાં કોરોના તેજ ગતીઅે પ્રસરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...