હુમલો:નાપાડ વાંટામાં સગીરા પર હુમલો કરી છેડતીનો બનાવ, પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરા ​​​ઉપર હુમલો કરી ખેંચતાણ કરી કપડાં ફાડી નાંખી છેડતી કરી

આણંદ તાલુકાના નાપાડ વાંટામાં રહેતી સગીરા ઘરે એકલી હતી તે દરમિયાન ગામના પિતા – પુત્રએ ધારિયા અને લાકડીથી હુમલો કર્યો હતો. બાદમાં પિતાએ સગીરાની એકલતાનો લાભ લઇ તેનો ડ્રેસ ફાડી નાંખી છેડતી કરી હતી. આ અંગે સગીરાએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે પિતા–પુત્ર સામે ફરિયાદ આપી હતી.

નાપાડ ગામે રહેતા જીસાબ ભીમસીંગ રાઠોડ અને તેમનો પુત્રને ગામના જ એક પરિવાર સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં બન્ને પિતા – પુત્ર 21મી ઓક્ટોબરના રોજ લાકડી અને ધારિયું લઇને હુમલો કરવા ગયા હતા. જોકે, સામેવાળા પરિવારમાં સગીરવયની પુત્રી ઘરે એકલી જ હતી. જેથી જીસાબ અને તેના પુત્રએ તેના પર હુમલો કરી ખેંચતાણ કરી કપડાં ફાડી નાંખી છેડતી કરી હતી.

સગીરાની બુમાબુમથી તેના પરિવારજનો દોડી આવતાં જીસાબ અને તેના પુત્રએ હુમલો કરી મારમાર્યો હતો. આ અંગે સગીરાએ જીસાબ રાઠોડ અને તેના પુત્ર સામે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...