• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Inauguration Of Newly Constructed Sixlane State Highway Between Tarapur And Vasad, People Will Be Able To Travel On Sixlane Road Without Toll Tax

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રવાસીઓને ભેંટ:તારાપુરથી વાસદ વચ્ચેના નવનિર્મિત સિક્સલેન સ્ટેટ હાઈવેનું લોકાર્પણ, લોકો ટોલ ટેક્સ વગર સિક્સલેન રસ્તાની સફર કરી શકશે

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકાર્પણ કરાયેલા સિક્સલેન માર્ગની તસવીર - Divya Bhaskar
લોકાર્પણ કરાયેલા સિક્સલેન માર્ગની તસવીર
  • 1005 કરોડના ખર્ચે 48 કિમીનો માર્ગ તૈયાર કરવામા આવ્યો
  • નવનિર્મિત માર્ગના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર ઘટશે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રવાસીઓને પ્રથમ નોરતાના દિવસે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેંટ આપવામા આવી છે. બંને પ્રદેશ વચ્ચેનું અંતર ટૂંકું કરતા તારાપુરથી-વાસદ વચ્ચેના નવનિર્મિત માર્ગનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું હતું. 1005 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 48 કિમીના આ માર્ગના કારણે તારાપુરથી વાસદ સુધી માત્ર 35 મિનિટમાં પહોંચી જવાશે. સૌથી મહત્વની વાત એ છે કે, સિક્સલેનની આ સફર લોકો ટોલટેક્સ ભર્યા વગર કરી શકશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે ટૂંકા સેતુ સમાન હાઈવે
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના ઉપક્રમ, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આશરે રૂ. 1005 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે 48 કિલોમીટર લાંબા તારાપુર-વાસદ સિક્સ લેન સ્ટેટ હાઈવેનું નિર્માણ કરાયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા આ સૌથી ટૂંકા સેતુ સમાન રાજ્ય ધોરીમાર્ગને આજે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામા આવ્યો છે. અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા આ માર્ગના નિર્માણથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કરોડો નાગરિકોના સમય અને ઈંધણની બચત થશે.સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોની સલામતી જળવાઈ રહે તથા રાજ્યમાં માર્ગ પરિવહનની મોટી સુવિધા ઉભી થાય તે દિશામાં આ માર્ગ અત્યંત મહત્વનો બની રહેશે.

નવનિર્મિત સિક્સલેન માર્ગની વિશેષતા
48 કિલોમીટરના 6 લેન હાઈવેમાં 18 કિલોમીટર ફ્લાય ઓવર અને 38 કિલોમીટરના સર્વિસ રોડનો સમાવેશ થાય છે.અગાઉ તારાપુરથી વાસદ જવામાં આશરે બે કલાક થતાં હતાં, જ્યારે હવે માત્ર 35 જ મિનિટમાં પહોંચી જવાય છે. આ નવિનિર્મિત રોડ પર 3 રેલવે ઓવરબ્રિજ, 9 નાના પુલો , 88 નાળા તથા કેનાલ ક્રોસિંગ સ્ટ્રક્ચર, સ્થાનિક નાગરિકોની અવરજવર માટે 24 અંડરપાસ અને બોરસદ નગરના બાયપાસનું બાંધકામ કરાયું છે. આ માર્ગ પર સ્થાનિક વિસ્તારના નાગરિકોની અવરજવર માટે 38 કિ.મી.સુધી બંને બાજુએ સર્વિસ રોડનું નિર્માણ કરાયું છે. આશરે 1200 જેટલા સ્ટ્રીટલાઇટના થાંભલા દ્વારા હાઈવે લાઈટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેને કારણે રાત્રિના સમયે અકસ્માતોનું પ્રમાણ ઘટશે.

આ રસ્તા પર 38 બસ સ્ટેન્ડ, 4 જગ્યાએ શૌચાલયની સુવિધા સાથેના ટ્રક લે બે, હાઈ ટેક કેમેરા સાથેની સર્વેલન્સ સિસ્ટમ, સ્પીડ પ્રદર્શન સિસ્ટમ અને આધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી વાહનચાલકો માટે સલામતીની અદ્યતન સુવિધા ઉપલબ્ધ બનશે.બોચાસણ ખાતે કુલ 12 લેનવાળઆ અત્યાધુનિક ટોલ પ્લાઝા તૈયાર કરાયું છે, જેમાં એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ વેહિકલ, ક્રેન, ટ્રાફિક તેમજ મેડિકલ એડ પોસ્ટ, સ્વચ્છ શૌચાલય તેમજ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરાઈ છે. ગુજરાતના આ રાજ્ય ધોરીમાર્ગમાં 1.30 લાખ ચો.મી. રી ઇન્ફોર્સ્ડ અર્થ વોલનું બાંધકામ કરાયું છે.આ સ્ટેટ હાઈવેના નિર્માણમાં પર્યાવરણ સંરક્ષણનું પણ ધ્યાન રખાયું છે.

વાહનચાલકોના ઈંધણ અને સમયની બચત થશેઃ નીતિન પટેલ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, માર્ગો એ ગુજરાતના વિકાસની ધોરી નસ સમાન છે. દેશમાં ક્યાંય ન હોય એવો અદ્યતન અને સુવિધાસભર તારાપુર-વાસદ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના પરિણામે રાજ્યના બે ભાગો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે વાહન વ્યવહારને સરળતા થઇ જશે અને ચાલકોના સમયની બચત સાથે ઇંધણની પણ બચત થશે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ભુપેન્દ્રભાઈ અને પૂર્ણેશભાઈ તમે ઉદ્ઘાટનો કરતા જ જજો
વાસદ- તારાપુર હાઇવેને પોતાની સીધી દેખરેખ હેઠળ ઝડપી રીતે કામગીરી કરાવનાર ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ આજે બોચાસણ ખાતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને પૂર્ણેશભાઈ બંન્નેને કહું છું કે હજુ તો ગુજરાતમાં માર્ગ મકાન વિભાગના આવા લગભગ 20 હજાર કરોડ રૂપિયાના કામ ચાલુ જ છે તમે તેના ઉદ્ઘાટન કરે જ જજો ગુજરાતનો અવિરત વિકાસ ,નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને તેઓના માર્ગદર્શનથી ગુજરાત પહેલો નંબર હતો અને પહેલો નંબર રહેશે.

તારાપુર -બગોદરા માર્ગનું કામ 100 દિવસમાં પૂર્ણ કરાશે
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ કહ્યું કે, આ માર્ગની સમાંતર તારાપુર – બગોદરા - કડીનું કામ પણ 100 દિવસમાં પૂર્ણ કરાશે.પહેલા એક જમાનો એવો હતો કે માર્ગો નહોતા. ગામડાઓમાં વીજળી નહોતી. પીવાના પાણીની કે આરોગ્યની સુવિધા નહોતી. પણ, લોકોની સમસ્યાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ પાયાની ભૌતિક સુવિધાઓ આપીને જનવિશ્વાસ સંપાદિત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...