તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વિરસદમાં 2 ભાઈએ યુવતીની છેડતી કરતા ફરિયાદ નોંધાવી

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી

વિરસદમાં બે ભાઈએ 19 વર્ષીય યુવતીની છેડતી કરતાં સમગ્ર મામલો વિરસદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.વિરસદમાં એક યુવતી તેના ભાઈ સાથે રહે છે. શનિવારે સાંજે આઠ વાગ્યાની આસપાસ તેણી તેના ઘરે એકલી હતી ત્યારે તેના પડોશમાં રહેતો વનરાજ ધનજી ઓડ નામનો યુવક તેના ઘરમાં આવી ગયો હતો અને તેણીને તારે મારી સાથે બોલવું છે કે કેમ તેમ કહી તેને હેરાન-પરેશાન કરતો હતો.

તેણીએ આ બાબતે ના પાડતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેના શરીરના ભાગે સ્પર્શીને તેને ધક્કો માર્યો હતો. દરમિયાન, એ સમયે યુવતીના ભાઈ અને અન્ય સંબંધીઓ આવી ગયા હતા. બીજી તરફ યુવકનો ભાઈ પંકજ પણ આવી ગયો હતો અને તેઓની વચ્ચે ઝપાઝપી હતી. બંને યુવકોએ યુવતીએ તેના માસા સસરા જોડે કરેલી વાત મોબાઈલમાંથી લઈ વાઈરલ પણ કરી હતી. આ સંદર્ભે યુવતીની ફરિયાદના આધારે પોલીસે બંને યુવકોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...