તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પેટલાદ તાલુકાના વિરોલ ગામે પતિ પત્ની અને વોના ઝઘડામાં પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને પતિએ ગળે ફાશો ખાઇને જીવન ટુંકાવી દેતા ચકચાર મચી ગઇ છે. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પેટલાદ તાલુકાના વિરોલ ગામે રહેતા નિલેશભાઇ અંબાલાલ સોલંકી પત્ની હેતલબેન સાથે રહે છે. જો કે પત્ની હેતલબેન છેલ્લા કેટલાક સમયથી ગામના જ બ્રિજેશભાઇ મનુભાઇ પઢિયાર સાથે આંખો મળી જતાં આડો સંબંધ ધરાવતી હતી. હેતલ અવારનવાર પતિને પૂછયા કાછીયા વગર મનફાવે ત્યારે બ્રિજેશ પઢિયાર સાથે ફરવા જતી રહેતી હતી. જેથી ગામમાં બદનાવી થઇ રહી હતી.
જે અંગે નિલેશે વારંવાર પત્ની હેતલને આ સંબંધનો અંત લાવવા જણાવતો હતો.તેમ છતાં હેતલબેને બ્રિજેશ પઢીયાર સાથેના આડા સંબંધો ચાલુ જ રાખ્યા હતા. તેમજ હેતલે સોજીત્રા તાલુકાના મઘરોલ ગામે રહેતા પુનમભાઇ અંબાલાલ રાઠોડ અને ચંપાબેન રાઠોડને પોતાના ઘરે બોલાવ્યા હતા.તેઓ નિલેશભાઇ ને કહેલ કે હેતલબેન તેને જેવુ ફાવે તેવું જ કરશે. તેમ જણાવીને જો રોક ટોક કરશો તો પોલીસ કેસ કરીને ફસાવી દેવાની ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું.
પત્ની તેના પ્રેમી સહિત ચારેય જણાનો ત્રાસ વધી જતા નીલેશભાઇએ ગત 21મી માર્ચના રોજ રાત્રિના અરસામાં એક સુસાઈડ નોટ લખીને પોતાના ખેતરમાં લીમડાના ઝાડ ઉપર સાડી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે અલ્પેશકુમાર અંબાલાલ સોલંકીની ફરિયાદ લઇ પેટલાદ રૂરલ પોલીસે હેતલબેન નિલેશભાઈ અંબાલાલ સોલંકી, પુનમભાઈ અંબાલાલ રાઠોડ, ચંપાબેન પુનમભાઈ અંબાલાલ રાઠોડ અને બ્રિજેશભાઈ મનોરભાઈ પઢીયાર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.