• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Vidyanagar, The Car Of A Trader Was Robbed By Four Persons In A Filmy Manner, The Police Speeded Up In A Matter Of Hours.

ફિલ્મી ઢબે લૂંટ:વિદ્યાનગરમાં વેપારીની કારને ફિલ્મી ઢબે આંતરી ચાર શખ્સે લૂંટ ચલાવી, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર સહિત રૂપિયા 3.40 લાખના મુદ્દામાલની લૂંટ કરી હતી
  • લૂંટના બનાવમાં પકડાયેલા શખ્સો ખાનગી ફાયનાન્સ કંપનીના હોવાનું ખુલ્યું

વિદ્યાનગરની જનતા ચોકડી પર ભરબપોરે બાઈક પર આવેલા ત્રણ શખ્સે મધ્યપ્રદેશના વેપારીની કાર આંતરી હતી. જે બાદમાં કાર અને તેમાં રહેલો મુદ્દામાલ સહિત કુલ રૂ.3.40 લાખની મત્તાની ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ત્રણેય શખ્સને પકડી પાડ્યાં હતાં.

મધ્યપ્રદેશના ભીકનગાવમાં રહેતા દીપક ઓમપ્રકાશસિંહ કુશ્વાહ કાપડનો વેપાર કરે છે. તેમની શ્યામ ડ્રેસીસ નામની જેન્ટ્સ રેડીમેઇડ કપડાની દુકાન મધ્યપ્રદેશમાં આવેલી છે. તેઓ 1લી માર્ચના રોજ ગુજરાતમાં રેડીમેઇડ કપડાની ખરીદી કરવા તેમના મિત્ર નિતેશ ચંદ્રશેખર શર્મા સાથે આવ્યાં હતાં. ત્યારે કરમસદ ખાતે પ્રાંજલ સોસાયટીમાં તેમના પિતરાઇ ભુપેન રાજપુતના ઘરે રોકાયાં હતાં. તેઓ બાદમાં અમદાવાદની કપડાની ખરીદી કરી કરમસદ રાત રોકાયા બાદ 3જી માર્ચના રોજ પરત મધ્યપ્રદેશ જવા કારમાં નિકળ્યાં હતાં. તેઓ હજુ જનતા ચોકડી પાસે પહોંચ્યાં તે સમયે એકાએક બે બાઇક પર આવેલા ચાર શખસે તેમને ફિલ્મી ઢબે આંતર્યાં હતાં. હજુ દીપક કંઇ સમજે તે પહેલા ચારેય શખસોએ ગાડી આંતરી સાઇડમાં ઉભી રખાવી દીધી હતી. બાદમાં દીપકને કારમાંથી નીચે ઉતારી તેની પાસેથી જબરજસ્તી કારની ચાવી ઝુંટવી લીધી હતી. જે બાદમાં ગાડી લઇ ભાગી ગયાં હતાં.

આ શખ્સો આશરે 30થી 35 વર્ષના હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી ફુટેજ આધારે ચારેયની ઓળખ થઇ હતી અને તેમની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.

વિદ્યાનગરની જનતા ચોકડી પર બનેલા લૂંટના બનાવમાં પકડાયેલા શખ્સો ખાનગી ફાયનાન્સ કંપનીના હોવાનું ખુલ્યું છે. તેઓ દીપકની કાર સીઝીંગ કરી ગયાં હતાં. જોકે, આ બાબતે તેઓએ અગાઉથી પોલીસ સ્ટેશને જાણ કરવી જોઈએ. પરંતુ સીઝીંગ કંપનીના માણસો દ્વારા આવી કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી હતી અને જાહેરમાં વાહનો સીઝ કરી ભયનો માહોલ ફેલાવી રહ્યા છે. વિદ્યાનગરમાં બનેલા બનાવમાં પોલીસે સંજય સારાભાઇ ભરવાડ (રહે. વિદ્યાનગર), કૃણાલ ભરત ગજજર (રહે. કરમસદ), જીગ્નેશ ધીરૂ ધાંધલા (રહે.કરમસદ), હસમુખ જશવંત સેનવા (રહે.મોગરી)ની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કલમ 392, 34, 352, 323, 304, 341, 342 હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...