વિવાદ:વિદ્યાનગરમાં બાઇક લઇ આંટા મારવા બાબતે માર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિદ્યાનગરમાં બાઇક લઇને પેટ્રોલ પુરાવવા ગયેલા યુવકને બે શખ્સોએ આંટાફેરા મારી અમારી જાસૂસી કરે છે તેમ કહી અપશબ્દ બોલી લાકડીથી માર મારતાં સમગ્ર મામલો વિદ્યાનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આણંદ તાલુકાના કરમસદ ગામે અયોધ્યા એપાર્ટમેન્ટની સાઈડ રૂમમાં રહેતો 17 વર્ષીય યુવક રૂમમાં રૂદ્રકુમાર પપ્પુભાઈ નીશાદ છૂટક કાર વોશીંગની મજુરી કરી જીવન ગુજરાન ચલાવે છે. રૂદ્રકુમાર નીશાદ સોમવારે રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં જમી પરવારી પોતાના મિત્ર જીગ્નેશ સાથે વિદ્યાનગર શહીદ ચોક ખાતે મિત્રના કેફેમાં ગયા હતા.

રૂદ્રકુમાર નીશાદ મિત્ર જીગ્નેશનુ બાઈક લઈને પેટ્રોલ પુરાવવા માટે વિદ્યાનગર નાના બજાર સ્થિત નવી પાણીની ટાંકી પાસે ગયા હતા. ત્યારે કિશન ઠાકોર અને અશોક ઠાકોર નામના શખ્સોએ તું અહીંયા કેમ આંટા મારે છે. તું અમારી જાસૂસી કરે છે કહી લાકડીથી માર મારી, બાઈકને નુકસાન પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે કિશન અને અશોક એમ બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...