આવારા તત્વો બેફામ:વિદ્યાનગરમાં કેસના સમાધાન મામલે યુવક પર ચપ્પાથી હુમલો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની નિષ્ક્રિયતાને પગલે આવારા તત્વો બેફામ

વિદ્યાનગર હરીઓમ નગરની બાજુમાં ચૈતન્યહરિ સોસાયટી આવેલી છે. જયાં જિતેન્દ્ર હરીભાઈ મહારાજ નામનો યુવક રહે છે. શનિવારે બપોરે ત્રણ વાગ્યે તે પોતાના મોબાઈલની ડીસપ્લે રીપેર કરાવવા નાના બજારમાં આવેલી સહજાનંદ કોમ્પલેક્ષ સામે આવેલી ઈશ્વરભાઈ નરભેરામ દવેની શ્રી મોબાઈલ શોપમાં ગયો હતો. તે વખતે કાળા રંગની નંબર વિનાની ગાડી લઈને જીગો ઉર્ફે દિજેશ પટેલ આવ્યો હતો અને તેણે એટ્રોસીટીનો જે કેસ ચાલે છે, તેનું સમાધાન કરી દેજે એમ કહી જિતેન્દ્રને ધમકાવ્યો હતો.

જોકે, જિતેન્દ્રએ કોર્ટમાં કેસ ચાલે છે, જે નિર્ણય આવશે તે ખરો તેમ કહેતાં જ શખસ જિતેન્દ્ર પર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે તેમજ તેની સાથેના અન્ય ત્રણ શખસોએ તેને ફિલ્મી ઢબે ચપ્પા અને હોકી-દંડા વડે માર માર્યો હતો અને જાતિવાચક શબ્દ બોલ્યાં હતા. ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલાં પ્રકાશ જોષીને પણ ઈસમોએ માર માર્યો હતો અને તેમનું મોબાઈલનું કેબિનમાં તોડફોડ કરી હતી.

આ મામલે વિદ્યાનગર પોલીસે હુમલાખોર દિજેશ ઉપરાંત, લાલો, નિમેષ રાજપૂત અને નિખીલ કાઠિયાવાડી વિરૂદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...