તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વાડોલામાં નજીવી બાબતે ઠપકો આપતાં સાસુ-વહુને માર માર્યો

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે 3 વિરૂદ્વ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

ખંભાતના વાડોલા ગામની સીમમાં સોમવાર મોડી સાંજે પોતાના ખેતરમાં પડેલા ઝાડના ડાળા અંગે ઠપકો આપનાર મહિલા તથા તેમના સાસુને પાડોશી ખેતર માલિક અને તેમના બે પુત્રોએ માર મારી ધમકીઓ આપતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે.

ખંભાતના વડોલા ગામે ભાથીજીવાળા ફળિયામાં સુમીત્રાબેન સોલંકી પોતાના પરિવાર સાથે રહે છે. સોમવારે મોડી સાંજે તેઓ પોતાના ખેતરમાં આંટો મારવા ગયા હતાં. દરમિયાન પાડોશી ખેતર માલિક સચીનભાઈ સોલંકીએ તેમના ઝાડ કાપ્યા હતા. જેમના ડાળખા સુમીત્રાબેનના ખેતરમાં પડેલા હતા. જેથી તેમને ઠપકો આપ્યો હતો. જેથી સચીનભાઈ સોલંકી એકા-એક ઉગ્ર થઈને અપશબ્દો બોલી ઝઘડો કરી ગડદાપાટુનો માર માર્યો હતો.

આ દરમિયાન સુમીત્રાબેનના સાસુ ચંચળબેન સોલંકી તેમને છોડાવવા પડ્યા ત્યારે સચીનના દિકરા અમરનાથે હાથમાં દંડો લઈ આવી ચંચળબેનના જમણા હાથ ઉપર મારી દીધું હતું. આ દરમિયાન તેમનો બીજાે દિકરો હરીશભાઈ દોડી આવ્યો હતો. અને બંને મહિલાઓને ગડદાપાટુનો માર માર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો