તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ઉમરેઠમાં બે સભ્યોએ સમિતિના ચેરમેન પદેથી રાજીનામા આપ્યા

આણંદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉપપ્રમુખ રમેશ તળપદાએ બપોર બાદ રાજીનામું પાછું ખેંચ્યું

ઉમરેઠ નગરપાલિકામાં બુધવારે મળેલી પ્રથમ સામાન્ય સભામાં સમિતિઓની રચના કરવામાં આવી હતી.ત્યારે બે સભ્યોએ ચેરમેન પદે રાજીનામા આપ્યા હતા જયારે ગુરૂવારે પાલિકાના ઉપપ્રમુખ અને અન્ય એક કાઉન્સિલરે પણ મનગમતી સમિતિઓના મળતાં ચેરમેન પદેથી રાજીનામા આપ્યા હતા.જેથી ઉમરેઠ નગરપાલિકામાં ભાજપનો અંદરો અંદર ચાલતો વિખવાદ બહાર આવ્યો છે. હાલમાં ઉમરેઠ પાલિકા ઉકળતાં ચરૂ જેવી પરિસ્થિતી સર્જાઇ છે.ઉમરેઠ પાલિકામાં બુધવારે પાલિકા ઉપપ્રમુક રમેશભાઇ તળપદાને ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

જયારે કમલેશભાઇ પટેલને કાંસ પુર નિયંત્રણ સમિતિના ચેરમેન બનાવ્યા હતા. પરંતુ તેઓને અસંતોષ હતો. તેથી ગુરૂવારે બંને કાઉન્સિલરોએ ચેરમેન પદે રાજીનામા આપીને સોશિયલ મીડીયામાં ફરતું કરી દીધું હતું.જેથી શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. જેના પગલે ભાજપના આગેવાનો દોડી ગયા હતા. જેથી તેઓ ઉમરેઠ દોડી જઇને અસંતોષને ઢામવાનો પ્રયાસ હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો