તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંજાની હેરાફેરી:ઉમરેઠમાં તબેલાના સામાન વચ્ચે ગાંજો ઘુસાડી કરાતી હેરાફેરી ઝડપાઈ, 5 કિલોગ્રામ ગાંજા સાથે ત્રણ શખ્સો પકડાયાં

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાતમીના આધારે રોકેલી ગાડીમાંથી ગાંજો મળી આવ્યો

ઉમરેઠ પોલીસે ડાકોર રોડ પર આવેલી ચેક પોસ્ટ પર બાતમી આધારે વોચ ગોઠવી રોકેલી ગાડીમાં તપાસ કરતાં 5.19 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ કેસમાં પોલીસે ત્રણ શખસની અટકાયત કરી 2.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરેઠના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.આર. ગઢવી તથા સ્ટાફના માણસોએ ડાકોર રોડ પર બનાવેલી ચેકપોસ્ટ પર વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. જે દરમિયાન બાતમી મળી હતી કે પીકઅપ ડાલામાં પાછળના ભાગે તબેલાના સામાન જેમાં જારીવાળા મોટા પંખા, બીજી ચીજવસ્તુઓ મુકેલ છે. જેની આડમાં ગેરકાયદેસરનો ગાંજાનો જથ્થો એક થેલામાં ભર્યો છે. આ વાહન ઉમરેઠ તરફ આવશે. આ બાતમી આધારે ડાકોર રોડ પર આવેલી ચેક પોસ્ટ પર વોચ ગોઠવી હતી.

આ દરમિયાન બાતમી વાળી ગાડી આવતા તેને રોકવામાં આવ્યું હતું. આ વાહનમાં તપાસ કરતા કેબીનના સીટની પાછળના ભાગે એક થેલો મળી આવ્યો હતો. જે થેલામાં ગાંજો ભરેલો હોવાનું જણાઇ આવ્યું હતું. આથી, એફએસએલ અધિકારી દ્વારા જરૂરી નમુના લઇ તપાસ કરતાં થેલામાં ભરેલો મુદ્દામાલ ગાંજો હોવાનું સાબિત થયું હતું. આ અંગે પરમીટ માંગતા તેમાં બેઠેલા ત્રણ શખસો કોઇ જવાબ આપી શક્યા નહતાં.

ઉમરેઠ પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી 5.19 કિલો ગાંજો કિંમત રૂ.51,900, મોબાઇલ 3, મોટા જારીવાળા પંખા, અન્ય સામાન, રોકડા રૂ.20,000, પીકઅપ ગાડી રૂ.1.25 લાખ મળી કુલ રૂ.2,36,900નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંજા સાથે પકડાયેલા શખસો

મણીરામ સાધુરામ ચૌહાણ (રહે. કોટેતરા ઇન્દીરાનગરી, તા.જપજપપુર, છત્તીસગઢ)

સંતોષકુમાર ચૌટીરામ ઉરાવ (રહે.બરદ્વાર બસતી, તા. શક્તિ, છત્તીસગઢ)

રામકુમાર કેશવપ્રસાદ ચૌહાણ (રહે.કોટેરા, ઇન્દીરાનગરી, તા. જપજપપુર, છત્તીસગઢ)

અન્ય સમાચારો પણ છે...