તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઉમરેઠમાંજમીન માલિકે જાળી મારી રસ્તો બંધ કરતા મુશ્કેલી, બે સોસાયટીના રહીશો રસ્તા વગરના થઈ ગયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ ખાનગી માલિકીની જમીનમાં રસ્તો પડતો હોવાથી અન્ય જગ્યાએ ફાળવવાની વાત કરી પણ જમીન ન ફાળવતાં રસ્તો બંધ કર્યો

ચાર વખત છેતરાયો છુ હવે મારો હક્ક લઈને રહીશ ઉમરેઠ રેલવે સ્ટેશન થી પીપળીયા તળાવ તરફ જતા અંદાજે સદા ત્રણ ગુંઠા જમીન ઉપર મંગળવારે સવારે જમીન માલિક રાજેશ નવનીતલાલ તલાટીએ લોખંડની જાળી મારી રસ્તો બંધ કરી દેતા હોબાળો મચી ગયો હતો.અચાનક બનેલી આ ઘટનાથી અદિતિ પાર્ક, ભગવતી પાર્કના રહીશોની સ્થિતિ કફોડી બની જવા પામી હતી. બીજી તરફ સ્થળ ઉપર દોડી આવેલી પોલીસ અને પાલિકા ટીમ રસ્તો પુનઃ ખોલાવવા અસમર્થ બની હતી અને વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું.

ઉમરેઠ રેલવે સ્ટેશન માર્ગ થી પીપળીયા ભાગોળ તરફ જવાના માર્ગ ઉપર મોખરાના સ્થાનની અંદાજે સાડા ત્રણ ગુંઠા જમીનનો ઉમરેઠની કોર્ટમાં દાવો ચાલી રહ્યો હતો. નગર પાલિકા સામે નો સદર દાવો પ્રાપ્ત માહિતી મુજબ 2016માં જમીનના માલીક રાજેશકુમાર તલાટી જીતી ગયા હતાં. પરંતુ પાલીકા તરફથી અન્ય એટલી જગ્યા આપવાનો વાયદો કરવામાં આવતા આ રહીશોના હિતમાં દાવાવાળી જગ્યા ખુલ્લી રાખી હતી. પરંતુ મંગળવારે અચાનક જમીન માલીક ને માલિકી હક્કે પોકાર કરતા તાબડતોડ રસ્તાને લોખંડની જાળીઓ થી આડ બંધ કરી દેતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો.

શું છે સમગ્ર મામલો ?
ઉમરેઠના રાજેશકુમાર તલાટીની માલીકીની જગ્યા બાબતે ઉમરેઠ કોર્ટમાં દાવો ચાલતો હતો. જેના પર પાલિકાએ રસ્તો બાંધી પીપળીયા તળાવ તરફ જવાની વ્યવસ્થા કરી આપી છે. આ માર્ગ થી ડાકોર જવાનો ટૂંકો માર્ગ હોઈ સ્થાનિકો ઉપયોગ કરતા આવ્યા છે. તેમજ એલ.આઈ.સી કચેરીમાં જતા આવતા લોકો તેમજ બે સોસાયટીના રહીશોઆ માર્ગનો ઉપયોગ કરતા હતાં. જેતે વખતે કોર્ટ બહાર ફોર્મ્યુલા મુકાઈ હતી. તે મુજબ પાલિકાએ જમીન માલિકને એટલી અન્ય જગ્યા આપવાની ઓફર કરી હતી. જે જમીન માલિકે માન્ય રાખી હતી. પરંતુ 4 વર્ષ પછી પણ વાયદો પૂરો ન કરતા મંગળવારે જમીન માલિકે માલિકી હક્કનો ઉપયોગ કરતા મામલો ગુંચવાયો છે. જો કે, પાલિકા સત્તાધીશોએ ફરીથી જમીન માલિકને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સત્તાધીશોને વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું

મને કાયદેસર જમીન આપે તો જ માનુ
ચાર વર્ષ થી ગુલાંટો ખાઈ ચૂકેલા જમીન માલિક આજે મક્કમ મુડમાં જણાતા હતા. વળી વિપક્ષ બેકિંગમાં આવી જતા જમીન માલિકે પાલિકા સત્તાધીશોને રોકડું પરખાવ્યું હતું કે મને જમીનનો કબ્જો, કબ્જા પાવતી, અને ફેન્સીંગ કરી અન્ય જમીન આપવામાં આવેતો અહીં સમજુ અન્યથા રસ્તો બંધ રહેશે

કોર્ટનો હુકમ બતાવતા પોલીસ પાછી ફરી
પીપળીયા તળાવ તરફ જતો રસ્તો બંધ કરી દેવાતા નગર પાલિકાના સત્તાધીશો ઉપર રસ્તો ખોલાવવા દબાણ વધી ગયુ હતું. જેને પગલે પાલિકાઅે પોલીસને બોલાવી હતી પરંતુ સ્થળ ઉપર હાજર જમીન માલિકે કોર્ટનો ઓર્ડર બતાવતા અને વિપક્ષના તેવર જોતા આ મામલો સિવિલ મેટરનો છે. તેમ કહી પોલીસે દરમ્યાનગીરી કરવાની ના પાડી દેતા જમીન માલિકને ડરાવવાનો ખેલ ઉંધો પડી ગયો હતો

અન્ય સમાચારો પણ છે...